February 4, 2026
રમત ગમત

હાર્દિક પંડ્યા અને માહિકા શર્માનો ગ્લેમરસ અંદાજ: રેડ આઉટફિટમાં સાથે મનાવ્યું નવું વર્ષ

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ હવે ક્રિકેટ સુધી જ નહીં, પરંતુ બોલીવુડની હસ્તીના માફક લેવાય છે. પહેલા લગ્ન પછી અન્ય અભિનેત્રી સાથેના અફેરને લઈ ચર્ચામાં રહે છે, ત્યારે ફરી નવી ગર્લફ્રેન્ડને લઈને લાઈમલાઈટમાં આવ્યો છે. નવા વર્ષનું સેલિબ્રેશન હવે માહિરા શર્મા સાથે કર્યું હતું. સેલિબ્રેશનના ફોટોગ્રાફ પણ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર કરીને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા.

હાર્દિક પંડ્યા રેડ કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો, જ્યારે માહિકાએ રેડ કલરની સાડી પહેરી હતી. બંને સાથે એકદમ ગ્લેમરસ લાગતા હતા, જ્યારે ફોટો શેર કર્યો ત્યારે નજર લાગે નહીં તેના માટે ઈમોજી પણ પોસ્ટ કરી હતી. વાયરલ પોસ્ટ પર લોકોએ પણ તેની જોરદાર પ્રશંસા કરી હતી. કોઈએ લખ્યું હતું કે બેસ્ટ કપલ તો બીજાએ લખ્યું હતું કે કપલ ગોલ્સ. અન્ય બીજાએ લખ્યું હતું કે તમારી જોડી ભગવાન સલામત રાખે.

ગયા વર્ષે હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથેના રિલેશનને કન્ફર્મ કર્યા હતા, જ્યારે ટવેન્ટી-20 મેચ વખતે પણ માહિકા પર પ્રેમ વરસાવ્યો હતો. સોશિયલ મીડિયા પર હાર્દિકે લખ્યું હતું કે આની તમામ ક્રેડિટ મારા એ લોકો સાથે જાય છે, જે લોકોએ મને સાથ આપ્યો છે. સ્પેશિયલ તો મારા પાર્ટનર પણ જાય છે, જે મારા માટે સંપૂર્ણ છે. મારી જિંદગીમાં આવ્યા પછી બધુ સારું થયું છે.

હવે માહિકાની વાત કરીએ તો એક મોડલ છે, જ્યારે ફેમસ ડિઝાઈનર પણ છે અને મોડલિંગ પણ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. એટલું જ નહીં, યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર અચૂક શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!