ગુજ્જુ ભાઈ ફોર્મમાંઃ હાર્દિક પંડ્યાને મળી નવી ગર્લફ્રેન્ડ, જાણો કોણ છે?

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાયા પૂર્વે વિવાદ થયો હતો, જ્યારે હવે મેચ જીત્યા પછી પણ ભારત વિવાદમાં આવ્યું છે. સૂર્યકુમાર યાદવે મેચ જીત્યા પછી પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવ્યા. એટલું જ નહીં, મેચની જીત પણ ઓપરેશન સિંદૂરમાં લડેલા જવાનોને સમર્પિત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ અને હવે પાકિસ્તાન સરકારને પણ મરચા લાગ્યા છે. ખેર, પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમની સાથે સાથે ત્રણેય ગુજરાતી ક્રિકેટરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બોલિંગમાં આક્રમક પર્ફોમ કરતા શરુઆતથી પાકિસ્તાનીઓએ ઘૂંટણિયે આવી ગયા હતા. ખેર હવે ગુજરાતી ક્રિકેટર તો લાઈમલાઈટ લૂંટી લીધી હતી, પરંતુ આ ગુજ્જુ ક્રિકેટરમાંથી એકનું નામ હવે જાણીતી સ્ટાર માહિકા શર્મા સાથે જોડાઈ રહ્યું છે.
હવે તમે જો માથું ખંજવાળતા હો તો જાણી લો એ કોણ છે ખેલાડી તો બરોડાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા. પાકિસ્તાન સામેની પહેલી મેચમાં પહેલી ઓવરમાં હાર્દિકે વિકેટ ઝડપીને ભારતીયોનું જોશ વધારી દીધું હતું, પણ ગુજ્જુ ભાઈ માહિકા શર્મા સાથે લપેટાયા છે. નતાશા સ્ટેન્કોવિક સાથે છૂટાછેડા આપ્યા પછી હાર્દિકનું નામ સિંગર કમ મોડલ જાસ્મિન વાલિયા સાથે જોડાયું હતું એના પછી ગુજરાતી ગર્લ સાથે હવે માહિરા શર્માને ડેટ કરતો હોવાની અટકળો વ્યક્ત કરી છે. માહિકા શર્મા પણ જાણીતી અભિનેત્રી અને મોડલ છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતી માહિકા શર્મા અને હાર્દિકનું નામ જોડવાને કારણે બંનેની તસવીરો પણ જોરદાર વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી માહિકા શર્મા સોશિયલ મીડિયા પર પણ પોતાનો જાદુ પાથર્યો છે, જ્યારે અનેક બ્રાન્ડ્સ સાથે કામ કરી ચૂકી છે. મ્યુઝિક વીડિયોમાં કામકાજ કરવાની સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વ્યક્તિગત રીતે જોઈએ તો મનીષ મલ્હોત્રા અને અનિત ડોંગરે નામના ફેશન ડિઝાઈનર માટે રેમ્પ વોક પણ કર્યું છે, પરંતુ અત્યારે પ્રોફેશનલ કરતા સૌથી વધુ પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. માહિકાની લેટેસ્ટ તસવીરથી જાણવા મળ્યું છે કે તે પણ દુબઈમાં છે, જ્યારે હાર્દિક પણ એશિયા કપ ચાલી રહ્યો હોવાથી દુબઈમાં છે, તેથી લોકો તર્ક લગાવી રહ્યા છે.
માહિકા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કર્યા પછી પણ તેના પર હજારો ચાહકો લાઈક આપવાની સાથે પ્રતિક્રિયા આપવાનું પણ ચૂકતા નથી. માહિકા શર્માની ફેશન સેન્સના પણ ચાહકો જોરદાર દિવાના છે, જ્યારે સોશિયલ મીડિયા રેડિટ પરની એક પોસ્ટથી યૂઝર ચર્ચામાં આવ્યા છે. માહિકાએ એક સેલ્ફી લીધી હતી, જ્યારે તેનો શેડો જે બને છે તે હાર્દિક પંડ્યા જેવો લાગે છે. ઉપરાંત, હાર્દિક પંડ્યાની જર્મી નંબર 33 સાથે પણ જોડવામાં આવે છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે હાર્દિક અને માહિરા ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને ફોલો કરે છે, જ્યારે બંને એકબીજાની પોસ્ટ પર લાઈક પણ કરે છે, જેનાથી ડેટિંગની વાતોએ જોર પકડ્યું છે, પરંતુ આ વાતને અત્યાર સુધીમાં કોઈ પુષ્ટિ થઈ નથી.
