March 21, 2026
મનોરંજન

ડેટિંગઃ નતાશાથી અલગ થયાના મહિનામાં હાર્દિક પંડ્યા કોની સાથે મનાવી રહ્યો છે વેકેશન?

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટવેન્ટી20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી ક્રિકેટની ગાડી પાટા પર ચઢી ગઈ હતી, પરંતુ વ્યક્તિગત જિંદગીમાં ભૂકંપ આવ્યો હતો. રશિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથેના લગ્નજીવનનો અંત આવ્યો હતો. ગયા મહિના દરમિયાન બંને પરસ્પર સંમતિથી છૂટા પડ્યા પછી બોલીવુડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે નામ જોડાયું હતું. હવે હાર્દિક પંડ્યા અનન્યા પાંડે નહીં, પરંતુ બ્રિટિશ સિંગર સાથે અફેર હોવાની ચર્ચા છે. હાર્દિક પંડ્યાએ પોસ્ટ કરેલી તસવીરોના લોકેશન સાથે બ્રિટિશ સિંગરનું લોકેશન પણ એ જ જગ્યાએ મળ્યું હોવાથી લોકો તર્ક લગાવવાનું શરુ કર્યું છે બંને સાથે છે.
hardik vacation with Jasmine Walia
જાણી વધુ હકીકત. નતાશાથી અલગ થયાના મહિનામાં હાર્દિક પંડ્યાનું બીજી મહિલા સાથે નામ જોડાઈ રહ્યું છે એ પણ હવે બ્રિટિશ સિંગર. કોણ છે બ્રિટિશ સિંગર જેનું હાર્દિક પંડ્યા સાથે નામ જોડાયું છે તો એ પણ ફટાફટ જાણી લઈએ. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ (ટવેન્ટી-20 ક્રિકેટ)માં તો કંઈ ઉકાળી શક્યો નહોતો, પરંતુ એના પછી ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારતને કપ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ હાર્દિકભાઈ લાઈમલાઈટમાં છે, જેમાં અનંત અંબાણીના લગ્ન પછી અનન્યા પાંડે નામ જોડાયું છે ત્યારે બ્રિટનની સિંગર જામ્સિન વાલિયા સાથે વેકેશન પર હોવાનું જાણવા મળ્યું છે. હાર્દિક જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે, જ્યારે બંને સાથે ગ્રીસમાં વેકેશન માણી રહ્યા છે.
જાસ્મિન તો બ્રિટિશ સિંગર કમ ટીવી પર્સનાલિટી છે, જે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીથી લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે ચે. લંડનના એસ્સેક્સમાં જન્મેલી જામ્સિનના માતાપિતા મૂળ ભારતના છે. જાસ્મિન સૌથી પહેલા ચર્ચામાં બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીઝમાં ભાગ લીધો હતો. 2010માં ટીવી ક્ષેત્રે એન્ટ્રી કર્યા પછી 2014માં પોતાની યુટયુબ ચેનલ લોન્ચ કરી હતી. ચેનલમાં જાસ્મિન બીજાના ગીતો ગાઈને પોતાની ટેલેન્ટનો પરિચય કરાવતી હતી. બ્રિટન સિવાય ભારતમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. 2018માં બોલીવુડ ફિલ્મ સોનુ કી ટીટુ કી સ્વિટી માટે બોમ ડિગી ડિગી ગીતનું રિમેક કર્યું હતું.
2022માં જાસ્મિન વાલિયાએ બિગ બોસ તેરના ફાયનલિસ્ટ આસિમ રિયાઝ સાથે નાઈટ્સ ઈન ફાઈટ્સ નામનો મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યો હત અને લોકોને તેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી પસંદ પડી હતી. જાસ્મીન વાલિયા સોશિયલ મીડિયા સેન્સેશન છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ લાખો ફોલોઅર્સ છે. યુટયુબ પર પણ 5.7 લાખ લોકો સબ્સક્રાઈબર છે. જાસ્મિન હંમેશાં બોલ્ડ અને સેન્સેનલ તસવીરો પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!