February 12, 2026
મનોરંજનરમત ગમત

Hardik & Natasha Divorce: ટીમ ઈન્ડિયાના આટલા ક્રિકેટર લઈ ચૂક્યા છે છૂટાછેડા

Spread the love

ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈકાલે પત્ની નાતાશ સ્ટાનકોવિક (Hardik Pandya & Natasha Stankovic Divorced)થી અલગ થયો હોવાની જાહેરાત કરી. આ જાહેરાત સાથે નતાશા સાથેના ત્રણ વખતના લગ્ન અને ચાર વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો. બંને સાથે નહીં રહે, પરંતુ દીકરાનો ઉછેર માતાપિતાની જવાબદારીથી અદા કરશે એવી સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકવામાં આવી હતી.
hardik apart with wife
હાર્દિક પંડ્યા અને નતાશા (Hardik & Natasha): આઈપીએલમાંથી સૌથી મોંઘા ખેલાડી હોવાનું પુરવાર કર્યા પછી સૌથી ખરાબ રીતે ટ્રોલ થઈને કદાચ સૌથી બદનામ ખેલાડીમાં હાર્દિક પંડ્યાનું નામ આવી ગયું હતું. ખેર ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ માઈનસ પોઈન્ટ પ્લસ કરી શક્યો પણ વ્યક્તિગત જિંદગીમાં પત્ની નતાશા સાથેના ખટરાગનો અંત લાવી શક્યો નહીં. અફસોસ એ વાતનો રહ્યો કે જિંદગીમાં જેટલી ઝડપથી ચઢતી થાય એટલી ઝડપથી પડતી થવામાં પણ વાર લાગતી નથી એ હાર્દિક પંડ્યા માટે સૌથી મોટો ઉપદેશ હતો. લગભગ આઠ મહિનામાં એટલા બધા ચઢાઉ-ઉતારનો માર ખાઈને પણ બેઠો થયા પછી ચાર વર્ષના લગ્નના અંતની જાહેરાત કરીને ફરી લાઈમલાઈટમાં આવી ગયો. નતાાશા અને હાર્દિક પંડ્યાએ બંનેએ એક જ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકતા જોરદાર વાઈરલ થઈ હતી. હાર્દિક પંડ્યા જ નહીં, પરંતુ ભારતીય ટીમમાં શિખર ધવન, મહોમ્મદ શામી, મહોમ્મદ અઝહરુદ્દીન, જવાગલ શ્રીનાથ, વિનોદ કાંબલી, દિનેશ કાર્તિક વગેરે ક્રિકેટર પર પણ છૂટાછેડાનું કલંક લાગ્યું છે.
shikhar dhawan and ayesha
શિખર ધવન (Shikhar Dhawan): હાર્દિક પંડ્યાની સાથે શિખર ધવન પણ સફળ ક્રિકેટર એક તબક્કે હતો. થોડા વર્ષો પહેલા આયશા મુખરજીને ડેટ કર્યા પછી 2012માં શિખર ધવને ઓસ્ટ્રેલિયાની આયશા મુખરજી સાથે લગ્ન કર્યા હતા. શિખર ધવન સાથે લગ્ન કર્યા પહેલા આયશા લગ્ન કરેલા હતા. તેને દસ વર્ષનો દીકરો હતો. જોકે, લગ્ન પછી બંનેને બે દીકરી જન્મી હતી. 2015માં શિખર ધવન પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. પણ બંને વચ્ચે અણબનાવ વધતા ગયા પછી આયશા પર શિખર ધવને અનેક આરોપો મૂક્યા હતા, ત્યારબાદ આયશા પણ ભારત આવવાની મનાઈ કરી હતી. છેવટે બંને વચ્ચે વિવાદ વધ્યા પછી 2023માં બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.
shami
મહોમ્મદ શામી (Mohammed Shami) શિખર ધવન સિવાય ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મહોમ્મદ શામી પણ છૂટાછેડાનો ભોગ બની ચૂક્યો છે. પત્ની હસીન જહાં સાથે દુર્વ્યવહાર અને ઉત્પીડનના આરોપો મૂકવામાં આવ્યા હતા. આ આરોપોને મહોમ્મદ શામીએ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે મારી છબિ ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહોમ્મદ શામી અને હસીન જહાં 2018માં અલગ થવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. શામી અને જહાંની એક દીકરી પણ છે, પરંતુ પત્ની હસીન જહાંએ તો મહોમ્મદ શામી સાથેના સંબંધો વણસ્યા પછી મેચ ફિક્સિંગનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બીસીસીઆઈ દ્વારા તપાસ સમિતિએ મહોમ્મદ શામીને ક્લિનચીટ આપી હતી.
dinesh karthik and dipika
દિનેશ કાર્તિક (Dinesh Karthik) તાજેતરમાં ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્ત થનારા દિનેશ કાર્તિક આ વખતની આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. 2007માં પોતાના બાળપણની દોસ્ત નિકિતા વણઝારા સાથે દિનેશ કાર્તિકે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી એવું જાણવા મળ્યું હતું કે નિકિતાના અન્ય ક્રિકેટર મુરલી વિજય સાથે અફેર ચાલી રહ્યું છે, પરિણામે નિકિતા અને દિનેશ કાર્તિક વચ્ચે 2012માં છૂટાછેડા થયા હતા. નિકિતા સાથે છૂટાછેડા બાદ હતાશ થયેલા દિનેશ કાર્તિક ભારતીય ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિકિતાઓ મુરલી વિજય સાથે છે, જ્યારે દિનેશ કાર્તિકે 2015માં ભારતીય સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા.
vinod kambli
વિનોદ કાંબલી (Vinod Kambli): સચિન તેંડુલકર સાથે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરનારા ભારતીય ટીમના પૂર્વ લેફ્ટહેન્ડ બેટર વિનોદ કાંબલી એક જમાનામાં સફળ ક્રિકેટર હતો. 1998માં નોઈસા લુઈસ સાથે વિનોદ કાંબલીએ લગ્ન કર્યા હતા. વિનોદ કાંબલી લગ્ન કર્યા હોવા છતાં એન્ડ્રિયા હેવિટ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. છૂટાછેડા આપ્યા પછી વિનોદ કાંબલીએ એન્ડ્રિયા સાથે બીજી વખત લગ્ન કર્યા હતા.

srinath
srinath

જવાગલ શ્રીનાથ (Javagal Shrinath): ટીમ ઈન્ડિયાના સુપરફાસ્ટ બોલર તરીકે કપિલ દેવના જમાનામાં જવાગલ શ્રીનાથ ધુરંધર બોલર તરીકે નામ જાણીતું હતું. જવાગલ શ્રીનાથે 1999માં જ્યોત્ના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પત્રકાર માધવી પત્રાવલી સાથે લગ્ન કરવા માટે 2007માં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. ત્યારબાદ 2008માં જવાગલ શ્રીનાથે બીજા લગ્ન કર્યા હતા.
azzu
મહોમ્મદ અઝહરુદ્દીન (Mohmmed Azaharuddin): મહોમ્મદ અઝહરુદ્દીને નૌરીન સાથે એરેન્જ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા હોવા છતાં મહોમ્મદ અઝહરુદ્દીને બોલીવુડ એક્ટ્રેક સંગીતા બિજલાનીના પ્રેમમાં પડ્યો હતો. સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે અઝહરુદ્દીને નૌરીનને તલાક આપ્યા હતા. 1996માં નૌરીનને તલાક આપ્યા પછી અઝહરુદ્દીનના લગ્ન સંગીતા બિજલાની સાથે વધુ સમય ટક્યા નહોતા અને 2010માં બંને અલગ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!