હર ઘર તિરંગા અભિયાનઃ પીએમ મોદીએ ભર્યું આ પગલું…
આઝાદીના પર્વની શાનદાર ઉજવણીના ભાગરુપે કેન્દ્ર સરકાર આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અન્વયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્ય સરકારોને હર ઘર તિરંગા અભિયાન ચલાવવાનો અનુરોધ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાન અંતર્ગત પોતાના એક્સ હેન્ડલ પર તિરંગાની પોસ્ટ કરી છે.
હર ઘર તિરંગા અભિયાન લોકોને પોતાના ઘરે તિરંગો લાવવા અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ભારતની આઝાદી માટે તિરંગો દરેક દેશવાસીઓ માટે ગૌરવનું પ્રતીક છે, જે દરેક લોકો સાથે સંકળાયેલો પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે પણ અભિયાનની જાહેરાત કરી છે, જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાનોએ પણ તિરંગા અભિયાનની જાહેરાત કરી છે.
આ અભિયાન અન્વયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના દિવસ પૂર્વે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રોફાઈલ બદલીને તિરંગો રાખ્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થવાનો પણ આગ્રહ કર્યો છે.
હર ઘર તિરંગા અભિયાન શા માટે
આઝાદીના અમૃત મહોત્સવના અભિયાન અન્વયે આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. 22 જુલાઈ 2022ના પીએમ મોદીએ દેશવાસીઓને પોતાના ઘરે તિરંગો લહેરાવવાનું આહવાન કર્યું હતું. બસ ત્યારથી આ અભિયાન ચલાવાય છે.
આ અભિયાનની જાહેરાત કરીને પીએમ મોદીએ લોકોને તિરંગા સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાનો આશય છે અને 22 જુલાઈ 1947ના તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃત કર્યો હતો.
આ અભિયાન ખાસ તો આઝાદીના અમૃત મહોત્સવ અંગેનું છે. સામૂહિક જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે પણ એનું જોડાણ હોવાથી સૌને પોતાના વ્હોટસએપ સ્ટેટસ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી શકે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તો લોકોને રાષ્ટ્ર નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જગાડવાનો છે તથા ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અંગે જાગૃકતા વધારવાનો છે.