Happy Valentines Day: આજે તમારી વહાલી વ્યક્તિ માટે આટલું તો કરી શકો…
ફેબ્રુઆરી મહિનો પ્રેમને સમર્પિત મહિનો ગણાય છે. આ મહિનામાં સાતથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક મનાવવામાં આવે છે. સાતમી ફેબ્રુઆરીથી લવ વીક શરુ થાય છે, જ્યારે પ્રેમી પંખીડા પણ આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ મહિનામાં પ્રેમી-પંખીડાને વિશેષ ગિફ્ટ આપીને એકબીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આજે અમે તમને જણાવીએ છે કે આજના દિવસે તમારી વહાલી એવી કઈ વસ્તુની ગિફ્ટ આપજો, તેનાથી તમારી બંને વચ્ચે પ્રેમ સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો થાય.
વેલેન્ટાઈન વીક અને વેલેન્ટાઈન દિવસે વાસ્તુશાસ્ત્રની રીતે જો તમે ગિફ્ટ આપવા ઈચ્છો તો તમારી વચ્ચેના પ્રેમમાં વધારો થાય છે, પરંતુ જો કોઈ ભળતી-ખોટી વસ્તુ આપો તો મુશ્કેલી પણ આવી શકે છે. એવી કઈ વસ્તુ આપવી જોઈએ એવા સવાલ થાય તો જાણી લો અમારી ટિપ. સૌથી પહેલા તમે વાંસનો છોડ આપવાનું શુભ માનવામાં આવે છે, જ્યારે એમ કરવાથી કારકિર્દીમાં પ્રગતિ થાય છે. આ ઉપરાંત, જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારો થાય છે. વાંસનો છોડ ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. વાંસના છોડને કાચના વાસણમાં લગાવવાથી અને તેમા પાણી ભરવાથી સામાજિક સન્માન વધે છે. વાંસના છોડથી અભ્યાસમાં બાળકોની એકાગ્રતા વધે છે.
વેલેન્ટાઈન દિવસે ગર્લ-ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ અથવા પતિ-પત્નીએ એકબીજાને વિંડચાઈમ ગિફ્ટ આપી શકો છે. વિંડચાઈમ ખાસ તો ધાતુ અથવા લાકડાની હોય, જેને વિંડો, બાલ્કની અથવા એન્ટ્રી ગેટમાં રાખવાથી પણ સકારાત્મકતા આવે છે. વેલેન્ટાઈન દિવસના તમે તમારા પાર્ટનરને લાફિંગ બુદ્ધ અથવા કાચબાની મૂર્તિ પણ ગિફ્ટ આપી શકો છો, તેનાથી ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મકતા આવે છે.
છેલ્લે મહત્ત્વની વાત વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પાર્ટનરને ફૂલ અથવા બૂકે પણ ગિફ્ટ આપી શકો છો. તેનાથી તમારી લવ-લાઈફ, મેરિડ લાઈફને પ્રેમથી મહેકાવે છે, પરંતુ ધ્યાન રાખો કે ફૂલમાં કાંટા ન હોય. ઉપરાંત, તમારા પાર્ટનરની પસંદ-નાપસંદને પણ જાણી લો અને એના આધારે તમે ગિફ્ટની પસંદગી કરી શકો છો. પ્રેમ માટે ભલે વેલેન્ટાઈન ડેનું વિશેષ મહત્ત્વ છે, તેથી તમે કંઈ ના આપી શકો તો એટ લિસ્ટ તેને વહાલ કરી શકો છો તેની પસંદની વાત કરીને પણ તેને સન્માન વધારી શકો.