July 1, 2025
ટોપ ન્યુઝ

Happy Independence Day: પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લા પરથી ફરકાવ્યો તિરંગો, વિકસિત ભારતનો આપ્યો મંત્ર

Spread the love

નવી દિલ્હીઃ લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 11મી વખત તિરંગો ફરકાવીને દેશને વિકસિત ભારતને હરોળમાં લાવવાનો અનુરોધ કર્યો હતો. 15મી ઓગસ્ટ 1947માં દેશને આઝાદી મળી હતી. નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં વડા પ્રધાનપદેથી તિરંગો ફરકાવીને કહ્યું કે વિકસિત ભારત 2047નું લક્ષ આપણે પ્રાપ્ત કરીને રહીશું. દેશની સામેના વિવિધ કુદરતી પડકારો, સર્જિકલ સ્ટ્રાઈક, કુદરતી આફતો, રિફોર્મ્સ અને ગવર્નન્સ મોડલ સહિત અન્ય વિષયો પર મોદી બોલ્યા. આઝાદી પહેલા વસ્તીની ચર્ચા, આઝાદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.


140 કરોડ લોકો દેશને સમૃદ્ધ બનાવી શકે
પીએમ મોદીએ કહ્યું હતું કે 40 કરોડ દેશવાસીઓ પોતાના પુરુષાર્થ, સમર્પણ, ત્યાગ અને બલિદાનથી આઝાદી અપાવી શકે છે તો 140 કરોડ દેશવાસીઓ આ જ ભાવથી દેશને સમૃદ્ધ બનાવી શકે છે. આપણો એક સંકલ્પ છે નેશન ફર્સ્ટ રાષ્ટ્રીય હિત સર્વોપરી રહે. ભારત દેશ મહાન બને અને બસ આ જ સંકલ્પ સાથે ચાલીએ.
મહિલાઓ વિરુદ્ધના ગુનાની તરત તપાસ
વડા પ્રધાન મોદીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તાત્કાલિક તપાસ થવી જોઈએ. આ હરકત કરનારાને આકરી સજા થવી જોઈએ. આ પ્રકારની ગુના કરનારાઓની જે સજા કરવામાં આવે એના સમાચારો પણ બહાર આવવા જોઈએ, જેથી લોકોને ખબર પડે કે આ પ્રકારની સજા કરવાથી શું થાય છે. મહિલાઓ વિરુદ્ધના અત્યાચારોને આકરી સજા થવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ચાલુ રહેશે
દેશના વિકાસની અવરોધમાં પરિવારવાદ નહીં આવે. પરિવાર શબ્દથી પોતાના સંબોધનની શરુઆત કરી અને પરિવારવાદને નિશાન સાધ્યું હતું. ભૂતકાળનો ઉલ્લેખ કરીને ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણને લઈ કોઈ નામ લીધા વિના વિરોધપક્ષની ટીકા કરવાનું ચૂક્યા નહોતા. ભ્રષ્ટાચાર દેશની ઘોર ખોદી રહ્યો છે, પરંતુ મારા જીવનની પ્રતિબદ્ધતા છે કે હું આજીવન ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
કુદરતી આફતોએ દેશની ચિંતા વધારી
વડા પ્રધાન મોદીએ કુદરતી આફતો અંગે કહ્યું કે સતત વધી રહેલી કુદરતી આફતોને લઈ ચિંતા વધી છે. અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. સંપત્તિ ગુમાવી છે. દેશને સૌથી મોટું નુકસાન થયું છે. પીડિત પરિવારજનો પ્રત્યે દુખ વ્યક્ત કરતા કહ્યું કે સંકટના સમયે દેશવાસીઓ તેમની પડખે ઊભા હોવાનું પણ જણાવ્યું હતું.
દેશ માટે કંઈ કરવાનો આવ્યો વખત
દેશ માટે એક એવો સમય હતો કે લોકો બલિદાન આપવા માટે કટિબદ્ધ હતા. આજે પણ એવો સમય આવ્યો છે કે દેશના માટે પ્રતિબદ્ધતા દાખવવાનો સમય આવ્યો છે. મરવાની પ્રતિબદ્ધતા સ્વતંત્રતા અપાવી શકે છે તો જીવવાની પ્રતિબદ્ધતા પણ ભારતને સમૃદ્ધ બનાવી શકે છે. વિકસિત ભારત 2047 માત્ર ભાષણ માટેના શબ્દો નથી, પરંતુ સખત મહેનત કરવામાં આવશે તો ચોક્કસ સાકાર કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!