શુભ ધનતેરસઃ આજના દિવસે આટલું કરો, ઘર-પરિવારમાં સુખસમૃદ્ધિ રહેશે
આજથી પાંચ દિવસના દિવાળીના તહેવારની શરુઆત થાય છે. દિવાળીના પર્વના પહેલા દિવસે ધનતેસરથી શરુઆત થશે. એના પછી કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ધનતેસરના દિવસે બજારમાંથી કોઈના કોઈ વસ્તુ લાવવાની પરંપરા છે, જે ઘર-પરિવાર માટે પણ શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો લોકો સોના-ચાંદીના આભૂષણો પણ ખરીદે છે.
કોઈ પણ ધાતુની વસ્તુ ખરીદી શકો
આજના દિવસે લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ યા સોના-ચાંદીના સિક્કા પણ ખરદતા હોય છે. પણ આજના દિવસે સોનું યા ચાંદી ખરીદવાની પરંપરા ભારતમાં અકબંધ છે, જેથી કરીને ગરીબના ઘરમાં બચતરુપે સોનું યા ચાંદી તો અચૂક જોવા મળશે. વાસ્તવમાં આજના દિવસે સોનાચાંદીની ખરીદી શુભ પણ માનવામાં આવે છે.
જો સોનું-ચાંદી ખરીદી શકો એમ ન હોય તો સ્ટીલ યા પિત્તળની વસ્તુ પણ ખરીદી શકો છો, જે ફળદાયી સાબિત થઈ શકે છે. આજના દિવસે કોઈ પણ ધાતુની વસ્તુ ખરીદી કરો તો એ શુભ માનવામાં આવે છે.
પૂજા કર્યા પછી વસ્તુનો ઉપયોગ કરો
ધનતેરસના દિવસે કંઈ પણ ખરીદી કરો શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આજના દિવસની ખરીદીને આખા વર્ષની ખુશીઓને ચાર ચાંદ લગાવે છે. આજના દિવસે જે કોઈ ખરીદી કરો એનો દિવાળી સુધી ઉપયોગ કરશો નહીં. તમારા આરાધ્ય દેવની પૂજા કર્યા પછી ઉપયોગમાં લેવી જોઈએ.
લક્ષ્મીજીની કૃપા માટે આટલું કરો
લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તમે ઘરે લક્ષ્મીયંત્ર લાવીને પૂજાના સ્થળે યા યોગ્ય કોઈ સ્થળે રાખી શકો છો. દિવાળીની સાંજે લક્ષ્મી પૂજાના સમય પૂજાના સ્થળે યંત્રને રાખીને તેની પૂજા કરો. ખાસ કરીને ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મૈ નમઃ જો તમે લાંબો મંત્ર નહીં કરી શકતા હો તો શ્રીં હ્રીં શ્રીં મંત્રનો પણ જાપ કરી શકો છો.
ઘર-પરિવારમાં નકારાત્મક દૂર કરવા શું કરશો
તમારા જીવન-પરિવારમાં નકારાત્મકતાને દૂર કરવા માટે તમે યમદેવતા માટે દીવો કરો, તેનાથી આસપાસની નેગેટિવિટી દૂર થશે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. લક્ષ્મી-ગણેશજીની કૃપા માટે તમે આજે સોના યા ચાંદીનો સિક્કો અથવા સ્ટીલના પણ વાસણ લાવીને પૂજા કરવાથી ગણેશજીની અને લક્ષ્મીજીની કૃપા રહે છે. આરોગ્ય સંબંધિત સમસ્યા હોય તો તુલસીપત્રને જીભ પર રાખો. તુલસી પત્રને ચાવશો નહીં, પણ ગળી જાઓ અને એટલું પણ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી અને રવિવારના દિવસે તુલસી પત્રને તોડશો નહીં.