200 રિજેક્શન પછી ‘વિવાહ’ ફિલ્મથી બર્થ-ડે બોયની કિસ્મત ચમકી ગઈ હતી…
બોલીવુડના ચોકલેટી બોય ગણાતા શાહિદ કપૂરનો આજે જન્મદિવસ છે. 44 વર્ષનો શાહિદ કપૂર થયો છે, ત્યારે તેની લાઈફમાં અચાનક જ સફળતા મળી નથી, પરંતુ વર્ષો સુધી નિષ્ફળતા મળ્યા પછી મળી હતી સફળતા. ફિલ્મી દુનિયામાં પગ જમાવવા માટે કેટલા પાપડ પેલવા પડે છે એ પણ વાત કરીએ. કરિના કપૂરના પૂર્વ બોયફ્રેન્ડ અને પંકજ કપૂરના દીકરા તરીકેની ઓળખ શાહિદ કપૂરને મળી હતી, પરંતુ એના પહેલા અનેક ચેલેન્જનો સામનો કરવો પડ્યો હતો શાહિદને. જાણીએ ચોકલેટી બોયની અપ એન્ડ ડાઉન્સ.
ભલે સ્ટારકિડ હોવા છતાં શાહિદ કપૂરને કારકિર્દીની શરુઆતમાં જોઈએ એવી સફળતા મળી નહોતી. જિંદગીમાં એક એવો પણ પણ તબક્કો આવ્યો હતો કે તેને ફિલ્મી દુનિયાથી અંતર રાખવું પડ્યું હતું. 25 ફેબ્રુઆરી 1981ના જન્મેલા શાહિદ કપૂરે પોતાની ફિલ્મી દુનિયામાં અનેક ફિલ્મો કરી છે જેમ કે ઈશ્ક-વિશ્ક, વિવાહ, જબ વી મેટ, હૈદર, કબીર સિંહ વગેરે. કારકિર્દીની શરુઆતમાં ચોકલેટી બોય કહેવાતો હતો.
શાહિદ કપૂર આજે ભલે સફળતાના શિખર પર હોય, પરંતુ સફળતા સુધી પહોંચવામાં મહેનત કરવી પડી હતી. પોતાની કારકિર્દીની શરુઆતમાં ઈશ્ક-વિશ્ક કરી હતી. આ 2003માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ગૂડ લૂકિંગને કારણે તેને ચોકલેટી બોય તરીકેનું નામ મળ્યું હતું અને લોકોએ તેને પસંદ પણ કર્યો હતો. આમ છતાં ચાર વર્ષ સુધીમાં તો તેને 200 જેટલા રિજેક્શન મળ્યા હતા. લીડ એક્ટિંગ પહેલા બેકગ્રાઉન્ડમાં ડાન્સર તરીકે કામ કરતો હતો. ઐશ્વર્યા રાયની ફિલ્મ તાલમાં પણ કામ કર્યું હતું. પહેલી ફિલ્મમાં હીરોના ડેબ્યૂ પછી એક્ટરને સાંભળવું પડતું હતું કે તે કંઈ કરી શકશે નહીં અને તેની વાત ખુદ શાહિદે પણ કરી હતી.
શાહિદ એક વખત કહ્યું હતું કે મારા બે વર્ષ પહેલા ઋત્વિક રોશન ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો અને એ વખતે પાંચ વર્ષ માટે એક હીરો તરીકેની ટેગ મળી હતી. શાહિદ કપૂરે પહેલી ફિલ્મ પછી એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી હતી. 2004માં ફિદા અને દિલ માંગે મોર પણ નિષ્ફળ રહી હતી. 2005માં કમબેક કરવા ઈચ્છતો હતો પણ નિષ્ફળતા મળતી જતી હતી. દીવાને હુએ પાગલ, વાહ લાઈફ હો તો ઐસી, શિખર વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. આમ છતાં તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી સકી નહોતી. તેની કારકિર્દીમાં ડાઉનફોલ ચાલી રહ્યો હતો ત્યારે તેને વિવાહ ફિલ્મની ઓફર મળી હતી, પણ વિશ્વાસ નહોતો કે સફળ થશે. આમ છતાં સિમ્પલ લૂકમાં લોકોને તેનો અભિનય પસંદ પડ્યો હતો અને ફિલ્મ પણ ચાલી હતી. 2006માં ફિલ્મ બની અને તેની જિંદગીની ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. 2007માં જબ વી મેટ મળી અને કરિના કપૂર સાથેની જોડીને જોરદાર સફળતા મળી અને કારકિર્દી ટ્રેક ચાલી નીકળી. એના પછી શાહિદ કપૂરે અનેક ફિલ્મોમાં કામ કર્યું અને બોક્સઓફિસ પર કરી હતી કમાલ.
આજે શાહિદ કપૂર 44મો જન્મદિવસ મનાવી રહ્યો છે, ત્યારે પત્ની મીરા કપૂરે પણ રોમાન્ટિક પોસ્ટ શેર કરીને શાહિદને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર મીરા કપૂરે લખ્યું છે કે લવ ઓફ માય લાઈફ, લાઈટ ઓફ માય વર્લ્ડ, હેપ્પી બર્થડે ટૂ માય ફોરએવર. ઈન ધ મિડલ ઓફ એવરીથિંગ એન્ડ એટ ધ એન્ડ ઓફ ઈંટ ઓલ. યુ આ ધ વન. ધ મેજિક ઈઝ ઈન યુ.