Sridevi Birth Anniversary: જેના નામનું આજીવન સિંદૂર લગાવ્યું એને જ રાખડી બાંધી હતી શ્રીદેવીએ…
ભાઈ બહેનનો તહેવાર નજીકમાં છે ત્યારે ભાઈ બહેનના પ્રેમ માટે આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. ફિલમી દુનિયામાં પણ એનું વિશેષ મહત્ત્વ છે, જ્યારે એની પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ બંધનના નામે ફિલ્મી દુનિયાની જાણીતી અભિનેત્રીના જીવનની અંગત વાત જાણીએ. બોલીવુડની ચાંદની ગર્લથી ઓળખાતી શ્રીદેવીની આજે છઠ્ઠી બર્થ એનિવર્સરી છે, તેથી તેના જિંદગીના મહત્ત્વના ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ.
યોગિતા બાલીએ બચાવ્યું પોતાનું લગ્નજીવન
બોલીવુડની ચાંદની ગર્લ શ્રીદેવીનું નામ સૌથી પહેલા મિથુન ચક્રવર્તી સાથે જોડાયું હતું. મિથુન સાથે અફેરની ચર્ચા વખતે તો મિથુન ચક્રવર્તી ખુદ લગ્ન કરેલા હતા. બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. એક તબક્કે તો મિથુન ચક્રવર્તી સાથે શ્રીદેવી લગ્ન કરવા ઉત્સુક હતી, પરંતુ પહેલી પત્ની યોગિતાએ પોતાનું ઘર તૂટવા દીધું નહીં. કહેવાય છે કે યોગિતા બાલીને એની ભનક આવી ગઈ અને મિથુન અને શ્રીદેવીને અલગ થવાની નોબત આવી.
પ્રેમનો અહેસાસ કરાવવા બાંધી રાખડી
બીજી બાજુ પોતાના પ્રેમનો અહેસાસ કરવા માટે શ્રીદેવીએ બોની કપૂરને રાખડી પણ બાંધી હતી. મિથુન ચક્રવર્તીના પ્રેમમાં પાગલ હતી, પરંતુ એ વખતે શ્રીદેવીનું નામ બોની કપૂર સાથે અફેર હોવાનું નામ ચર્ચાતું હતું. એ વાતથી બચવા માટે શ્રીદેવી બોની કપૂરને રાખડી બાંધી હતી, પણ એ સંબંધ જાણે ભગવાનને પસંદ નહોતો.
પ્રેગનન્ટ થયા બાદ બોની કપૂર સાથે કર્યાં લગ્ન
મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીના રિલેશન ટક્યા નહીં, પરંતુ જેને રાખડી બાંધી એ જ શખસ ફરી શ્રીદેવીના જીવનમાં પાછો ફર્યો હતો. બંને વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા પછી બંનેના સંબંધોએ ઈન્ડસ્ટ્રીમાં સૌને ચોંકાવી નાખ્યા હતા. બોની કપૂર અને શ્રીદેવીની દોસ્તી પ્રેમમાં પલટાઈ ગઈ. આ પ્રેમમાં રહેતા શ્રીદેવી પ્રેગનન્ટ થઈ હતી, તેથી બોની કપૂરે પોતાની પહેલી પત્ની મોનાને છૂટાછેડા આપીને શ્રીદેવી સાથે 1996માં લગ્ન કર્યા હતા.
2018માં અચાનક મોત થયું હતું શ્રીદેવીનું
ઈન્ડસ્ટ્રી બંનેના સંબંધોને પચાવી શકી નહોતી એની વચ્ચે લગ્ન કર્યા પછી પણ જાણે બંનેના લગ્નજીવનમાં અવરોધ આવ્યો. 24 ફેબ્રુઆરી 2018માં શ્રીદેવીનું અચાનક મોત થયું. શ્રીદેવીના નિધનને કારણે ઈન્ડસ્ટ્રીને જોરદાર આંચકો લાગ્યો હતો. આજે પણ શ્રીદેવીના મોતને લઈ રહસ્ય જ છે કે તેનું કઈ રીતે મોત થયું.
ચાર વર્ષે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યું કામ
તમિલનાડુના મીનમપટ્ટીમાં 13 ઓગસ્ટ 1963ના શ્રીદેવીનો જન્મ થયો હતો તથા ચાર વર્ષની ઉંમરે કેમેરા સામે કામ કરવા લાગી હતી. ચાર વર્ષની ઉંમરે કંધન કરુણઈ નામની તમિલ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. એના પછી રાની મેરા નામમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સોલહવા સાવનથી કરી, પરંતુ 1983માં હિંમતવાલાથી પ્રસિદ્ધિ મળી. 80-90ના દાયકામાં શ્રીદેવીએ એટલી પ્રસિદ્ધિ મેળવી હતી કે એના જમાનાની હીરોઈન જ નહીં, ફિલ્મી કલાકારો ઈનસિક્યોરિટી અનુભવતા હતા.
એક કરોડની ફી લેનારી પહેલી અભિનેત્રી
શ્રીદેવીએ 1996માં સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. જાણીતા પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂર પહેલાથી લગ્ન કરેલા હતા અને બે બાળકો હતા. શ્રીદેવીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં 300 ફિલ્મ કરી હતી. 51 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં શ્રીદેવીએ છેલ્લી ફિલ્મ મોમ કરી હતી, જે સુપરહીટ સાબિત થયા પછી મરણોપરાંત શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. સૌથી પહેલી અભિનેત્રી હતી જેને ઈન્ડસ્ટ્રીમાં એક કરોડની ફી લઈને ચર્ચામાં રહી હતી.
શ્રીદેવીએ મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, હિમંતવાલા, નગીના, સદમા, લાડલા, ચાલબાઝ, ખૂદા ગવાહ વગેરે ફિલ્મોએ શ્રીદેવીને સુપરસ્ટાર બનાવી હતી. શ્રીદેવી તેના જમાનાની સૌથી પહેલી સુપરસ્ટાર હીરોઈન હતી.છેલ્લે 2017 એટલે તેના નિધનના એક વર્ષ પહેલા મોમ ફિલ્મમાં શાનદાર અભિનય કરીને આજીવન ઈન્ડસ્ટ્રીમાં યાદગાર બની ગઈ.