હાથની રેખાઓ પણ તમારું ભાગ્ય નક્કી કરે છે, ખબર છે?
જે રીતે વ્યક્તિની કુંડળી મારફત તેના જીવનમાં બનનારી ઘટના અથવા તેની પ્રકૃતિને જાણી શકાય છે એ જ રીતે હસ્ત રેખા મારફત વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. વ્યક્તિના હાથમાં ત્રણ યોગ હોય છે, જેમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ અંગે પણ જાણકારી મળી શકે છે. જો તમારે પણ આ વાત જાણવાની ઉત્સુકતા હોય તો ચાલો મિસ્ટર યા મિસ તમને જણાવીએ તમારી હસ્તરેખાના લાભાલાભ.
હાથમાં કઈ રેખા હોવાથી ધન લાભ થાય એ જાણવું બહુ જરુરી છે. જો કોઈ વ્યક્તિના હાથમાં ગજલક્ષ્મી યોગ હોય તો જીવનમાં ક્યારેય આર્થિક પરેશાનીનો સામનો કરવાની નોબત આવતી નથી. આ યોગ ખૂબ લાભદાયક છે.
હસ્તરેખાના શાસ્ત્ર અનુસાર જે રેખા મણિબંધથી શરુ થઈને ભાગ્ય રેખા શનિ પર્વતતરફ જાય અને સૂર્ય રેખા સ્પષ્ટ રીતે જોવા લે એ વ્યક્તિના હાથમાં ગજલક્ષ્મી યોગનું નિર્માણ થાય છે. જો આ યોગ વ્યક્તિના હાથમાં હોય તો તેના કારોબારમાં જોરદાર સફળતા મળશે, જે વ્યક્તિ માટે શુભ માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિના હાથની રેખામાં ગુરુ પર્વત અથવા ચંદ્ર પર્વત તરફ જતી હોય તો ભાગ્ય રેખાની શરુઆત થાય છે. તમને અહીં એ વાત પણ જણાવી દઈએ કે ભાગ્ય રેખા એકદમ સ્પષ્ટ જોવા મળશે. આ રેખા કોઈ પણ કાર્ય-કામકાજમાં સફળતા અપાવે છે.
કર્તરી યોગની વાત કરીએ તો આ યોગ બે હાથની વચ્ચે દબાયેલો હોય છે. આ રેખા ભાગ્ય રેખા અને શનિ પર્વત તરફ જાય છે. જો આ રેખા કોઈ વ્યક્તિના હાથમાં હોય તો સૂર્ય અને ગુરુ પર્વતની સ્થિતિ પણ સારી રહે છે. આ રેખા કર્તરી યોગનું નિર્માણ કરે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં આ યોગ હોય તો એ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકે છે. એટલું જ નહીં, જીવનમાં ક્યારેય આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાતો નથી.