ગુરુ પૂર્ણિમા પર આજે રાતે ચોક્કસ કરી લો આ એક કામ અને…
દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજે ગુરૂ પૂર્ણિમાનો પાવન પર્વ છે અને આજના દિવસે વિદ્યાર્થીઓ ગુરૂ પૂજન કરીને ગુરૂજીના આશીર્વાદ મેળવે છે. એવું કહેવાય છે કે આજે જ મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. આજના દિવસનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે રાતે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વિશેષ લાભ થાય છે. મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે અહીં તમને આ જ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
* ગુરૂ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પ્રતિમાની બાજુમાં જ શ્રીયંત્રની સ્થાપના કરો અને ત્યાર બાદ પીળી કોડીઓ મા લક્ષ્મીને અર્પણ કરો. બીજા દિવસે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને શ્રીયંત્ર સાથે તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર મૂકો. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

* ગુરૂ પૂર્ણિમાની રાતે મુખ્ય દ્વાર પર એક ચૌમુખી દીપક પ્રજ્વલિત કરો. ઘરના મુખ્ય દ્વાર પર દિપક પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે છે.
* આ સાથે જ ઘરમાં કે આંગણામાં રહેલાં તુલસીના કુંડા પર પણ એક દિપક પ્રગટાવવીને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરો.

* જો ઘરમાં સતત આર્થિક તંગી અનુભવાતી હોય તો આ ચમત્કારીક ઉપાય તમારી ખૂબ જ મદદ કરશે. આવો જોઈએ શું છે આ ચમત્કારીક ઉપાય. મા લક્ષ્મી ખૂબ જ ચંચળ છે અને તેઓ ક્યારેય પણ એક જ જગ્યાએ નથી રહેતા આવી પરિસ્થિતિમાં તેમનો વાસ ઘરમાં સતત રહે એ માટે પૂનમના દિવસે એમને ખીરનો ભોગ લગાવો.
