Waheeda Rehman Special-2: રિજનલ ઈન્ડસ્ટ્રીમાંથી હિન્દી ફિલ્મોમાં કોણે એન્ટ્રી કરાવી હતી વહિદા રહેમાનને?
રિજનલ ઈન્ડસ્ટ્રીમાં માંડ 17 વર્ષની ઉંમર હતી અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું. મરાયી નામની તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં નાની ભૂમિકા મળી હતી. આ ફિલ્મનો પ્રીમિયર હૈદરાબાદ થયો અને એ વખતે ફિલ્મ ડાયરેક્ટર ગુરુ દત્ત પણ નસીબજોગે હાજર હતા. કોહિનૂરને પારખી ગયા હોય તેમ વહિદાના અભિનયથી અભિભૂત થયા હતા. વહિદાજી સાથે મુલાકાત પછી તેમને મુંબઈ આવવા આમંત્રણ આપ્યું હતું. મુંબઈ પહોંચતા ગુરુ દત્તે તેમની ફિલ્મ ‘સીઆઈડી’માં દેવ આનંદ સાથે લીડ રોલ આપ્યો હતો.
ત્રણ શરત રાખી હતી ઈન્ડસ્ટ્રીમાં
પહેલી ફિલ્મ ‘સીઆઈડી’થી વહિદાજી છવાઈ ગયા હતા. પોતાના મનપસંદ અભિનેતા દેવ આનંદ સાથે કામ કરવાની તક મળી ખુશ ખુશાલ થઈ ગયા હતા. પણ ફિલ્મોમાં કામ કર્યા પહેલા સૌથી મોટી શરત રાખી અને એની માન્ય પણ રાખી હતી. સૌથી પહેલા તો નામ બદલવાની ભલામણ કરી પણ પોતાના માતાપિતાએ જે નામ રાખ્યું એ નામ પર ફિલ્મોમાં કામ કરવાની શરત રાખી અને ગુરુ દત્તે પણ એ માન્ય રાખી હતી. બીજી શરત એ હતી કે ફિલ્મના સેટ પર તેની માતા આવશે અને ત્રીજી શરત હતી કે ફિલ્મોમાં ટૂંકા કપડા કે બિકિની કયારેય પહેરશે નહીં.
હિન્દી ફિલ્મો માટે ગુરુ દત્તને ક્રેટિડ આપી
હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી માટે વહિદાજી ખૂદ ગુરુ દત્તને ક્રેટિડ આપતા અને એમને કારણે ઈન્ડ્સ્ટ્રીમાં તેમને આગવી ઓળખ મળી હતી. પહેલી ફિલ્મ સીઆઈડીથી દેશમાં આગવી ઓળખ ઊભી કરી હતી, ત્યારબાદ ગુરુ દત્તની ‘પ્યાસા’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં વહિદાજીના હીરો દિલીપ કુમાર હતા, પરંતુ એમાં ફેરફાર કરીને ખૂદ કામ કર્યું હતું. પ્યાસા પછી ‘કાગજ કે ફૂલ’ અને ‘ચાંદની કા ચાંદ’ વગેરે સુપરહીટ ફિલ્મોમાં ઉમદા અભિનય કર્યો હતો. વહિદા રહેમાન સાથે વધુ નજીક આવ્યા પછી ગુરુ દત્ત પરિણિત હોવા છતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ વાત ગુરુ દત્તના પત્ની ખબર પડ્યા પછી ઘરબાર છોડી ગયા હતા, તેથી તેમનું ઘર ભાગી ગયું હોત. લગ્નજીવન તૂટવાને કારણે ગુરુ દત્ત પડી ભાગ્યા હતા, તેનાથી આગળ ગુરુ દત્તનું નિધન નાની ઉંમરમાં થયું હતું.
ગુરુ દત્તની એક્ઝિટ પછી ફિલ્મી કારકિર્દી ચાલુ
ગુરુ દત્તથી અલગ થયા પછી વહિદાજીની ફિલ્મી કારકિર્દી અટકી નહોતી. અભિજાન, કોહરા સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું. 1965માં ગાઈડ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં રોઝીનો રોલ કરવાનો હતો. અંગ્રેજી નહીં આવડતું, તેથી ભાઈ ડાયરેક્ટર વિજય આનંદે લેવાની મનાઈ કરી હતી. આમ છતાં દેવાનંદની જીદ આગળ ઝૂકવું પડ્યું અને દેવાનંદ સાથે વહિદાજીએ રોઝીની ભૂમિકા ભજવી અને પાત્રોને અમર કરી દીધા હતા. આ ફિલ્મમાં બેસ્ટ એક્ટ્રેસ તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
એટલે ‘કભી ખુશી કભી ગમ’ કરવાની પડતી મૂકી
1974માં ફિલ્મ ‘શગૂન’ વખતે જાણીતા અભિનેતા શશિ રેખી (કમલજીત તરીકે ઓળખાતા) સાથે મુલાકાત થઈ અને તેમની સાથે રિલેશનશિપમાં રહ્યા પછી 1974માં લગ્ન કર્યા હતા. વહિદાજીએ લગ્ન કર્યા પછી ફિલ્મોમાં કામ કરાનું લગભગ બંધ કર્યું હતું. છેક 1991માં ‘લમ્હે’ ફિલ્મમાં કામ કર્યા પછી ફિલ્મોમાં કામ કરવાથી નિવૃત્તિ લીધી હતી. 1991માં ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં કામ કરવાના હતા, પરંતુ પતિના નિધનને કારણે ફિલ્મ કરવાનું પડતું મૂક્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતાનો અભિનય કરવાના હતા, પણ 2002માં પતિનું અવસાન થયું હતું. આ ફિલ્મમાં કામ કરવાનું પડતું મૂક્યું છતાં 2002માં ‘ઓમ જય જગદીશ’માં કામ કર્યું હતું. ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી-6’ વગેરે ફિલ્મોમાં અભિનય કરીને પણ ફિલ્મોમાં છવાયેલા રહેતા.
જૈફ વયે પણ અવનવા શોખ પૂરા કરવાનું
વધતી ઉંમર વચ્ચે પણ ફિલ્મોથી અલગ દુનિયામાં ફોટોગ્રાફીની દુનિયામાં ઝંપલાવ્યું હતું. એ પણ 80 વર્ષ પછી પણ સ્કૂબા કરવાની સાથે વાઈલ્ડ ફોટોગ્રાફી કરીને પણ પોતાની જાતને લાઈવ રાખે છે અને એક્ટિવ પણ રહે છે. વાસ્તવમાં ગાઈડની રોઝી પાસેથી આટલું તો ચોક્કસ શીખી શકાય કે વધતી ઉંમર તમારા માટે નડતરરુપ નથી પણ તમને નવું શિખવાની કોશિશ કરવી જોઈએ.