રાહતઃ અમેરિકાએ ડિપોર્ટ કરેલા 33 ગુજરાતી માદરે વતન સુખરુપ પહોંચ્યા, જાણી લો પૂરી યાદી
ગાંધીનગરઃ અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ 33 લોકોમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના ત્રણ, અમદાવાદના 2 તથા બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના એક-એક લોકોનો સમાવેશ થાય છે. આ લોકો પૈકી 15 પુરુષ અને 18 મહિલાઓ છે, જેમાં 8 સગીર પણ સામેલ છે.
33 લોકોને ઘરે સહી-સલામત પહોંચાડવાની વ્યવસ્થા કરી
સરકારના દિશા-નિર્દેશ હેઠળ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી, જેમના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જિલ્લા મુજબ પોલીસે વાહનોની ફાળવણી કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન દરમ્યાન એરપોર્ટ પર IB, CID અને સ્થાનિક પોલીસનો કાફલો હાજર હતો. Dcp લેવલના અધિકારી પણ હાજર હતા
અમૃતસરથી દિલ્હી વાયા અમદાવાદ લાવવામાં આવ્યા
બુધવારે આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નિર્દેશ મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતના ૩૩ નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. અમૃતસર ખાતે ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના આ તમામ ૩૩ નાગરિકોને વાયા દિલ્હી ફ્લાઈટ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ગુરુવારે વહેલી સવારે ૬:૧૦ કલાકે પહોંચ્યા હતા. માદરે વતન પહોંચ્યા પછી દરેક લોકોની અલગ અલગ પ્રતિક્રિયા અને યાતનાઓ હતી, પરંતુ સૌના પરિવારમાંથી માતાપિતા યા પત્ની-બાળકોએ પોતાના પરિવારના સભ્યને પાછા મેળવતા રાહતનો શ્વાસ લીધો હતો.
– ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
– પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
– પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
– ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
– ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
– ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
– ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
– પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
– ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
– ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
– ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
– ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
– ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
– ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
– ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
– ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
– ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
– જયવિરસિંહ વિહોલ, ખનુસા, મહેસાણા
– હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
– રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, પાટણ
– દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
– પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
– પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
– પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
– ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
– પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
– પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
– રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
– રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
– પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
– પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
– પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
– પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા