ગુજરાતી ફિલ્મનો ‘ચમત્કાર’: એક નહીં 23 લોકોની બચાવી ‘જિંદગી’
100 કરોડની કમાણી સાથે 23 લોકોના જીવ બચાવનાર આ ફિલ્મની અદ્ભુત સફળતા વિશે જાણો

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વિદેશમાં નામના છે, પરંતુ સાઉથના માફક હવે પ્રાદેશિક ફિલ્મો પણ ધીમે ધીમે અવનવી સિદ્ધિઓ મેળવી રહી છે. પ્રાદેશિક ફિલ્મોનું જાણીતા ફિલ્મી એવોર્ડમાં નામના મેળવી રહ્યા છે, પરંતુ આપણી ગુજરાતી ફિલ્મએ સાચે જ ચમત્કાર કર્યો છે. 100 કરોડની કમાણી કરીને લોકોમાં લોકપ્રિયતા મેળવી છે. ધર્મ અને આસ્થાના યુગમાં પણ લોકો હતાશ થઈ એક નાના તરણાના આધારે જીવન જીવી જતા હોય છે કે બચાવી લેતા હોય છે.
હજુ સમજ્યા ના હોય તો હવે ફોડ પાડી દઈએ કે અત્યાર સુધીમાં છાવા, સૈયારા, ધુરંધર જેવી ફિલ્મની લોકપ્રિયતા પણ ગુજરાતી ઈન્ડસ્ટ્રીની ઓછા બજેટની પણ 100 કરોડની ફિલ્મએ એક નહીં 23 લોકોના જીવ બચાવવામાં નિમિત્ત બની છે. એ પણ આ એવા લોકો હતા જે આત્મહત્યા કરવાનું વિચારતા હતા પણ ફિલ્મએ જીવનનું મૂલ્ય સમજાવતા પોતાના સાથે પરિવારને મોટી મુસીબતમાંથી બચાવ્યા છે.
જીવન જીવવાનો રસ્તો આપવો એ ફિલ્મની સફળતા
આ ફિલ્મનું નામ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. આ ફિલ્મ મૂળ તો ઓછા બજેટમાં બની છે, જ્યારે નિયંત્રિત લોકેશન પણ ડાયલોગ્સમાં જમાવટ કરી હતી. ફિલ્મનું શૂટિંગ પણ સિંગલ કેમેરા અને એ પણ દોસ્ત પાસેથી માંગીને. ફિલ્મની લોકપ્રિયતા પછી તો એને હિન્દીમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ ફિલ્મની વધુ માહિતીનો ઈન્ટરવ્યૂ ડાયરેક્ટ અંકિત સખિયા મીડિયાને આપ્યો છે, જેમાં એક કરતા અનેક વાતની માહિતી આપી હતી સૌથી મહત્ત્વની વાત તો કહી હતી કે આ ફિલ્મને જોયા પછી 23 લોકોના મેસેજ આવ્યા હતા કે આ ફિલ્મએ અમને બચાવ્યા છે તેમ જ જિંદગી જીવવાનો રસ્તો. એ જ વાસ્તવમાં ફિલ્મની સફળતાની નિશાની પણ કહી શકાય.
ફિલ્મ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો
લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે, ગુજરાતી ફિલ્મએ દુનિયાભરના ગુજરાતીઓને ગમી છે અને વખાણી પણ છે. ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા આગળ કહે છે કે ફિલ્મ બનાવવાનો આઈડિયા અંગે કહે છે કે ફિલ્મ બનાવવા માટે એક લોકેશન, એક એક્ટર અને એની આસપાસની જિંદગી. એક વિચાર પછી સ્ક્રિપ્ટ લખી પછી પાછળ વળીને જોયું નહીં. રિલીઝ થયા પછી પણ ફિલ્મ ચાલી નહોતી, પરંતુ માઉથ પબ્લિસિટી જે લોકોને ગમ્યા પછી પોતાના વિચારો સોશિયલ મીડિયા પર લોકોએ શેર કર્યા પછી બ્લોકબસ્ટર બની ગઈ. ડાયરેક્ટ કબૂલી છે કે ફિલ્મમાં રહેલા ડિવાઈન ફેક્ટરે ચમત્કાર કર્યો છે, જેનાથી ફિલ્મ ચાલી અને ઘરે ઘરે જાણીતી બની. આ ફિલ્મએ 100 કરોડની કમાણી કર્યા પછી હવે આ ફિલ્મ ફક્ત ગુજરાતી જ નહીં, પરંતુ હિન્દીમાં બનાવવાનો નિર્ણય લઈને પૂરા ભારતમાં લોકો જુએ એનો પ્રયાસ કર્યો છે.
