IPL 2024: ગુજરાત ટાઈટન્સની એક્ઝિટ, પ્લેઓફની રેસમાં કઈ ટીમ છે જાણો!
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં એક પછી એક ટીમ બહાર થઈ રહી છે, જેમા ગઈકાલે ગુજરાતના અમદાવાદમાં રમાનારી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન આવ્યું. વરસાદને કારણે બંને ટીમને એકએક પોઈન્ટ મળ્યા પછી ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડ્યો હતો. એક પોઈન્ટ મળતા ટીમ બહાર ફેંકાઈ હતી. શું છે પોઈન્ટનું ગણિત એ જાણીએ.
પ્લેઓફમાંથી બહાર જનારી ટીમ પૈકી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ પછી ગુજરાત ત્રીજી ટીમ બની છે. ગુજરાતની પાસે 13 મેચમાં 11 પોઈન્ટ હતા. આગામી મેચ ગુજરાતની હૈદરાબાદ સામે છે. પણ એક-એક પોઈન્ટ મળ્યા પછી સિઝનમાંથી ગુજરાતની બાદબાકી થઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પાણીમાં જવાને કારણે કોલકાતા પ્લેઓફ માટે ક્વોલીફાઈ થઈ હતી. 13 મેચમાંથી નવ જીતવાને કારણે 19 પોઈન્ટ મળ્યા છે, જ્યારે ગુજરાતને એક પોઈન્ટ મળતા 13 મેચમાંથી પાંચ જીત, સાતમાં હાર અને એકમાં વરસાદના એક પોઈન્ટ સાથે કુલ 11 પોઈન્ટ મળતા પ્લેઓફની રેસમાંથી બહાર થયું હતું. હવે બાકી પ્લેઓફની રેસમાં પાંચ ટીમ મજબૂત દાવો કરી શકે છે.
રાજસ્થાન ટીમે પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે, પરંતુ એના માટે રસ્તો મુશ્કેલ છે. રાજ્સ્થાને ટૂર્નામેન્ટમાં શરુઆત શાનદાર કરી હતી. પહેલા નવમાંથી આઠ મેચ જીત્યું હતું. પણ હવે 12 મેચમાંથી આઠ જીત, ચારમાં હાર્યા પછી 16 પોઈન્ટ સાથે કોલકાતા પછી બીજા ક્રમે છે.
રાજસ્થાને હજુ બે મેચ રમાવાની બાકી છે, જેમાંથી એક મેચ જીત્યું તો પ્લેઓફમાં પહોંચી શકે છે. રાજસ્થાન 16 પોઈન્ટ પર રહે તો તેની સામે ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઊ સુપરજાયન્ટસની ટીમ પણ છે, જે ટીમ 16 પોઈન્ટ પહોંચે તો રનરેટ પર નિર્ભર કરશે. બીજી મહત્ત્વની વાત રાજસ્થાનની રનરેટ માઈનસમાં જાય નહીં એની તકેદારી રાખવાની રહેશે.
આજે દિલ્હી અને લખનઊ વચ્ચે મેચ રહેશે, જેમાંથી જીતનારી ટીમ પ્લેઓફની રેસમાં સામેલ થશે. બીજી બાજુ આરસીબી ખરાબ પ્રદર્શન વચ્ચે વાપસી કરી છે. સતત છ મેચ હારનાર આરસીબી છેલ્લી પાંચ મેચ જીત્યું છે, જ્યારે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી છે. ચેન્નઈનો મુકાબલો આરસીબી સાથે થશે. જો ચેન્નઈ આ મેચ જીતવામાં સફળ રહે છે તો તેના પ્લેઓફમાં જવાના દરવાજા ખુલ્લા રહેશે, જ્યારે હારશે તો પણ અન્ય ટીમની હાર-જીત પર નિર્ભર કરશે. લખાય છે ત્યારે ચેન્નઈની નેટ રનરેટ પ્લેસ 0.528 છે, જે રાહતની વાત છે. આરસીબી સામે મોટા માર્જિનથી હારે તો પ્લેઓફમાં પહોંચવામાં મુશ્કેલી થશે નહીં.
આ વખતની સિઝનની સ્ટાર ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ છે, જેને બાકી બે મેચ રમવાની છે. નેટ રનરેટમાં પ્લસ 0.406 સાથે 14 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. હૈદરાબાદ આગામી બે મેચ જીતવામાં સફળ રહે છે તો સરળતાથી પ્લેઓફમાં જવાની તક રહેશે અને જો હારશે તો પણ જો અને તોના સમીકરણ પર નિર્ભર રહેશે.