April 1, 2026
ગુજરાત

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર: 26 એપ્રિલે મતદાન

Spread the love

રાજ્યની 9,992 બેઠકો માટે જંગ; 28 એપ્રિલે આવશે પરિણામ અને આચારસંહિતા લાગુ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણી પંચે બુધવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. રાજ્યમાં કૂલ 9,992 બેઠક માટે 26 એપ્રિલના સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે, જ્યારે મતગણતરી પ્રક્રિયા 28 એપ્રિલના હાથ ધરવામાં આવશે, જ્યારે 27મી એપ્રિલના પુનર્મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદા પહેલા પૂરી કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર કરવાની સાથે રાજકીય પક્ષો માટે આચાર સંહિતા લાગુ પાડવામાં આવી છે.

ચૂંટણીની નામાંકન પ્રક્રિયા છઠ્ઠી એપ્રિલથી શરુ થશે, જ્યારે 11 એપ્રિલ સુધી ઉમેદવારે પોતાનું નામાંકન દાખલ કરી શકશે. 13 એપ્રિલના નામાંકનની તપાસ કરવામાં આવશે, જ્યારે પંદર એપ્રિલ સુધીમાં ઉમેદવારી પાછી લેવાની અંતિમ તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણીની તૈયારીઓ ઝડપી બનાવી છે. ચૂંટણી પંચે તમામ વહીવટી પ્રશાસનને સમયસર કામગીરી પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ કરાવી શકાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. ગુજરાતમાં સત્તા લગભગ ત્રણ દાયકાથી ભાજપ કબજો ધરાવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી જેમ તેમ કરીને ભંગાણ પાડવા માગે છે. સરકારને પડકારવા માટે અનેક પેંતરા રચવામાં આવે છે, પરંતુ એનું પરિણામ અગાઉની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 4.19 કરોડ મતદાર ભાગ લેશે, જેમાં પુરુષ મતદાર 2.16 કરોડ અને 2.02 કરોડ મહિલા મતદારનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ભાજપના નેતૃત્વની સરકારમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી બનાવવામાં આવ્યા પછી આ ચૂંટણીનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીની તારીખ જાહેરાત સાથે પહેલી એપ્રિલથી સાંજના આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. આ વખતની ચૂંટણીમાં વિભિન્ન સ્થાનિક એકમોની સીટનો સમાવેશ થાય છે. નગર નિગમની 1,044 બેઠક, નગર પાલિકાની 2,624, જિલ્લા પંચાયતની 1,090 સીટ તથા તાલુકા પંચાયતની 5,234 બેઠકનો સમાવેશ થાય છે.

17માંથી 15 નગર નિગમની ચૂંટણી થશે
આ વખતે ગુજરાતની કૂલ 17 નગર નિગમમાંથી પંદરની ચૂંટણી થશે. જૂનાગઢ અને ગાંધીનગર નગર નિગમને બકાત રાખવામાં આવ્યા છે, જ્યારે 84 નગર પાલિકામાં ચૂંટણી થશે, જેમાં સાત નવી નગર પાલિકાનો સમાવેશ થાય છે. 14માં નવી સીમાંકન પ્રક્રિયા લાગુ કરી છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો 263માંથી 260ની ચૂંટણી થશે. કપડવંજ, કઠલાલ અને ગાંધીનગરમાં પહેલાથી ચૂંટણી થઈ છે, જેમાં 109ને બાકાત રાખીને તમામ તાલુકા પંચાયતની નવી સીમાંકન વ્યવસ્થા લાગુ છે. એના સિવાય 11 નગરપાલિકાની 12 સીટ પર પેટા ચૂંટણી યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!