March 11, 2026
ગુજરાત

ગૃહ વિભાગ એ ગુજરાતની ‘ઢાલ’ છે, જ્યારે ન્યાયતંત્ર એ ‘રાજદંડ’ છે: હર્ષ સંઘવી

Spread the love

‘BHARAT’ વિઝન અને ₹ 16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ સાથે ગુજરાત બનશે દેશનું સુરક્ષા કવચ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધ હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે. આ અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે ₹ 14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે ₹2,702 કરોડ મળી કુલ ₹ 16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે.

આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. સંઘવીએ ઉમેર્યું કે, “ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે.” ભૂપેન્દ્ર પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય.

‘BHARAT’ (B.H.A.R.A.T.) વિઝન અંતર્ગત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવામાં આવી રહી છે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વ્યૂહરચના હેઠળ Border, Coastal & Cyber Security ને પ્રાધાન્ય આપી પાકિસ્તાન સાથેની ૫૧૨ કિમીની આંતરરાષ્ટ્રીય સીમા અને 2300 કિમી લાંબા દરિયાકિનારે અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે. સંઘવીએ કહ્યું કે High-Tech Infrastructure & Human Resources અંતર્ગત પોલીસ પરિવારો માટે નવા આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, Action Against Terror, Drugs & Mafia હેઠળ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું કે બીજા તબક્કામાં ટેકનોલોજી અને ઝડપી ન્યાય પ્રણાલી પર ભાર મુકતા Rapid Response, Rescue & Readiness ના પરિણામે ‘ડાયલ 112 જન રક્ષક’ પ્રોજેક્ટથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 11 મિનિટ 23 સેકન્ડ થયો છે. Accessible & Accelerated Justice સ્તંભ હેઠળ ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટોની સ્થાપના અને લોક અદાલતો દ્વારા 1 કરોડથી વધુ કેસોના નિકાલ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ અપાયો છે.

Technology-Driven Policing & Tracing ના ભાગરૂપે ‘VISWAS’ પ્રોજેક્ટ અને આધુનિક શસ્ત્રોથી પોલીસ દળને સજ્જ કરવામાં આવ્યું છે. આમ, આ છ સ્તંભોના સમન્વયથી ગુજરાત દેશનું સુરક્ષા કવચ બની ‘નવા ભારતના સપના’ને સાકાર કરી રહ્યું છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે ૨૦,૪૦૦થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1-BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2-BHK ના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ પરિવારોને 45,000થી વધુ આવાસો સોંપી દેવાયા છે. હાલ રૂ. ૨,૬૦૪ કરોડના ખર્ચે નવા ૮,૧૦૪ આવાસો તૈયાર થઈ રહ્યા છે.

ATS દ્વારા ૨૯ આતંકીઓની ધરપકડ
ગુજરાત પોલીસે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2023 થી 2026 સુધીમાં ગુજરાત એટીએસ (ATS) એ દેશવિરોધી ષડયંત્રોનો પર્દાફાશ કરી કુલ 29 જેટલા કટ્ટરપંથીઓ અને આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં અલ-કાયદાનું ફંડિંગ નેટવર્ક, પોરબંદર-સુરતનું ISKP મોડ્યુલ અને શ્રીલંકન આતંકીઓનો સમાવેશ થાય છે.

₹ 2,246 કરોડની સરકારી જમીન મુક્ત
આ શાંત અને સુરક્ષિત રાજ્યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે. રાજ્યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જ. રાજ્યના માત્ર 6 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, કચ્છ, સોમનાથ, જામનગર, જુનાગઢ અને દાહોદમાં જાન્યુઆરી-2026 સુધીમાં 7,902 ગેરકાયદે સાઇટ્સ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા 1,807 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની બજાર કિંમત ₹2,246.55 કરોડ થાય છે. કચ્છમાં સૌથી વધુ ₹1,355 કરોડની જમીન અને ગીરસોમનાથમાં 3,010 સાઇટ્સ પર ડિમોલિશન કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!