February 27, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતની સરહદો હવે ઝળહળશે: BSF માટે ₹ 100 કરોડનું આધુનિક વીજ નેટવર્ક તૈયાર કરાશે

Spread the love


કચ્છની સંવેદનશીલ બોર્ડર પર હવામાનની અસરોને માત આપી જવાનોને મળશે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો

gujarat-border-bsf-power-network-modernization-100-crore

રાજ્યના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ વિતરણ નેટવર્કને આધુનિક ઊંચાઈવાળા કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂ. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે. કચ્છના વિષમ હવામાન અને ક્ષારને કારણે વીજ થાંભલાઓને થતા નુકસાન સામે હવે આધુનિક કેબલ ટેકનોલોજી રક્ષણ આપશે.

ગુજરાતની સરહદ અત્યંત સંવેદનશીલ છે અને ત્યાં આપણા જવાનોને સતત વીજળી આપવી એ આપણી પ્રાથમિક ફરજ બને છે, તેમાંય વળી કચ્છની બોર્ડર પર હવામાનની દુર્ગમ અસરોને લીધે ઓવરહેડ વીજ વાયરો અને થાંભલા કટાઈ/ખવાઈ જાય છે તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં વીજ વાયરો અને થાંભલાઓ પડી જવાને કારણે BSFના જવાનોને વીજ વિક્ષેપની સમ્સ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાનું સમાધાન લાવવા માટે સંવેદનશીલ સરહદ પરની બોર્ડર આઉટ પોસ્ટ્સ (BOPs) ને ઓવરહેડ વીજ વાયરોની જગ્યાએ નવીન ટેકનોલોજીવાળા એલીવેટેડ કેબલ ઉપયોગમાં લેવામાં આવશે અને BSFને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પાડવામાં આવશે.
સરહદી વિસ્તારોમાં આધુનિક વીજ નેટવર્ક

બજેટ ફાળવણી: રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ સરહદી વિસ્તારોના વીજ માળખાને સુધારવા માટે ₹100 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

BSF ને સુરક્ષા: વાવાઝોડા કે ખરાબ હવામાનમાં પણ વીજ પુરવઠો ખોરવાશે નહીં, જેથી બોર્ડર આઉટ પોસ્ટ્સ (BOPs) પર જવાનોને ૨૪ કલાક પાવર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!