દેશમાં સૌથી મોટો કેમિકલ હુમલો કરવાની હતી યોજના: ગુજરાત એટીએસનો ઘટસ્ફોટ
આઈએસઆઈએસ (ISIS) મોડ્યુલ ગુજરાત એટીએસએ સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ મોડ્યુલ રાઈસિન નામના કેમિકલથી દેશમાં હુમલો કરવાની યોજના હતી. મોડ્યુલના માસ્ટરમાઈન્ડ અહમદ સૈયદ મોઈનુદ્દીન સાતમી નવેમ્બરના અમદાવાદની હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સની બહાર નીકળતી વખતે જોવા મળ્યા હતા. તેઓ અમદાવાદથી હથિયાર લેવા આવ્યા હતા.
આ મોડ્યુલના બીજા આતંકવાદી ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રહેનારા મોહમ્મદ સોહેલ આઈએસઆઈએસ સાથે કનેક્ટેડ હતો. તેની પાસેથી આઈએસઆઈએસના ઝંડા જપ્ત કર્યા હતા. ચીનથી એમએમબીએસ કરનારા ડોક્ટર અહેમદ સૈયદ મોઈનુદ્દીનનો આતંકી ચહેરો સામે આવ્યો છે. આ ડોક્ટર મૂળ હૈદરાબાદનો રહેવાસી છે. હેન્ડલર સાથે થયેલી વાતચીતને ડિજિટલ રીતે ગુપ્ત રાખવાનો છે, જેના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ તાજેતરમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ જ કેસમાં હૈદરાબાદના એક ડૉક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ATS હૈદરાબાદમાં ડૉ. અહેમદ સૈયદના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને આતંકવાદ સંબંધિત મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી મળી આવી હતી.
અહેમદના ભાઈ ઉમરે જણાવ્યું કે બુધવારે વહેલી સવારે 10 લોકો આવ્યા અને 3 કિલો એરંડાનો પલ્પ, 5 લિટર એસીટોન, કોલ્ડ-પ્રેસ તેલ કાઢવાનું મશીન અને એસીટોન ડિલિવરી માટેની રસીદ લીધી હતી. ઉમરે જણાવ્યું કે તેના ભાઈ અહેમદે ચીનમાં મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને તેને એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. એરંડાના પલ્પનો ઉપયોગ અત્યંત ઝેરી રિસિન બનાવવા માટે થાય છે. ઉમરે જણાવ્યું કે તેને વિશ્વાસ નહોતો કે તેનો ભાઈ અહેમદ રિસિનના ખતરનાક સ્વભાવથી વાકેફ હતો.
અહીં એ વાત જણાવવાની કે રિસિન એક અત્યંત ઝેરી કુદરતી પ્રોટીન છે. એરંડાના તેલમાંથી તેલ કાઢ્યા પછી રિસિન મુક્ત થાય છે. તે એક ખૂબ જ શક્તિશાળી ઝેર છે જેનો ઉપયોગ જૈવિક શસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે. રિસિન શ્વાસમાં લેવાની સાથે જો ઇન્જેક્ટ કરવામાં આવે કે ગળી જાય તો તે જીવલેણ બની શકે છે.
