July 1, 2025
ગુજરાત

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ 82.56 ટકા વિદ્યાર્થી પાસ, છોકરીઓ ઝળકી

Spread the love

 

87 ટકા સાથે ગાંધીનગર જિલ્લો અવ્વલ રહ્યો તો પોરબંદરની પીછેહઠ

ગાંધીનગરઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ (જીએસઈબી)એ દસમા ધોરણનું પરિણામ જાહેર કર્યું. આ વર્ષે પાસ થનારા વિદ્યાર્થીની કુલ ટકાવારી 82.56 ટકા રહ્યું. આ વખતે 6,686 વિદ્યાર્થીને 99 ટકા પ્રાપ્ત થયા. જીએસઈબીની વેબસાઈટ અનુસાર આ વર્ષે રાજ્યમાં જિલ્લા પ્રમાણેના પરિણામોમાં ગાંધીનગર જિલ્લાનું પરિણામ 87 ટકા સાથે મોખરાના સ્થાને રહ્યું તો પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું રહ્યું હતું.

બોર્ડના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ વર્ષે 82 ટકાથી વધુ વિદ્યાર્થી દસમાની પરીક્ષામાં પાસ થયા છે, જેમાં ગાંધીનગર જિલ્લાનું પરિણામ એકંદરે સારું રહ્યું હતું. એની સાથે દસમાની પરીક્ષામાં રાજકોટની ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી (ધ્રુવ વાઘવાના)એ 600માંથી 592 માર્ક મેળવ્યા. જે ફર્સ્ટ રહ્યો હતો. આ અંગે ધ્રુવે તેને મળેલી સફળતા અંગે કહ્યું હતું કે મારી સફળતા માટે મારા ટીચર, આચાર્ય અને પેરન્ટસે સપોર્ટ આપ્યો. મારો પરિવાર ખુશ છે અને હું ભવિષ્યમાં એન્જિનિયર બનવા માગું છું, એમ તેને જણાવ્યું હતું.

બોર્ડના પ્રમુખે કહ્યું હતું કે આખા જિલ્લાના રિઝલ્ટની વાત કરીએ તો 87 ટકા સાથે ગુજરાત જિલ્લો મોખરે છે. એની સાથે સુરત, મહેસાણા અને બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું છે. પોરબંદર જિલ્લામાં સૌથી ઓછી ટકાવારી રહી છે. આમ છતાં દસમા ધોરણનું પરિણામ એકંદરે સારું રહ્યું છે, કારણ કે આ વખતે બોર્ડે પરિણામ બદલ્યું હતું. નેશનલ એજ્યુકેશન પોલિસીનો ઉપયોગ કર્યો છે તેમ જ કોરોના મહામારી પછી સારું પરિણામ આવી રહ્યું છે. ડ્રોપ આઉટનો રેટ ધીમે ધીમે ઘટી રહ્યો છે.
આ વખતના પરિણામ છોકરા કરતા છોકરીઓ બાજી મારી છે. દસમા ધોરણના રિઝલ્ટમાં મહત્ત્વની વાત તો 86 ટકા વિદ્યાર્થિની પાસ થઈ છે, જ્યારે તેની સામે 79 ટકા છોકરા પાસ થયા છે. રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીઓએ પરિણામ આવ્યા પછી ગરબા ગાઈને મોજ માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!