February 19, 2026
ઈન્ટરનેશનલટ્રાવેલહોમ

Sunday Special: Sunday Special: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે આ વર્લ્ડ ટ્રાવેલરનું નામ, જાણો કોણ છે?

Spread the love

પ્રવાસ કરવાનું દરેકના માટે મુશ્કેલ છે અને એને શોખ બનાવી એમાં રચ્યા પચ્યા રહેવું એ વાસ્તવમાં અઘરું છે. આ વખતે વાત કરીએ એવા પ્રવાસીની કે દુનિયાની લટાર મારી ચુક્યો છે અને એ પણ કોઈ પણ જાતના ડર વિના. ભાઈ, સાહેબને ફરવાના ચક્કરમાં તો અનેક વખત તો જેલના સળિયા પણ ગણવા પડ્યા છે. એ પણ જાસૂસીના આરોપ હેથળ. હવે ગાડી ટ્રેક પર લાવી દઈએ તો, જો જાણવાની ઉત્સુકતા જાગી હોય તો. અમેરિકાના ઇન્ડી નેલ્સનના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ દેશમાં ફરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
પડકારનો સામનો કરતા જેલમાં પણ જવું પડ્યું
ઈન્ડીની વાત વાત કરીએ તો વિદેશમાં ફરતી વખતે અનેક પડકારનો સામનો કરવાની નોબત આવી હતી. તમે જેમ બહાર જવાના હો તો ટિકિટ બુકિંગથી લઈને હોટેલ બુકિંગ તેમ જ જે તે શહેરની લોકપ્રિય જગ્યા સહિત અન્ય બાબતની જરુરી માહિતી કલેક્ટ કરવાની રહે છે. બસ, ઈન્ડીએ પણ એ બધી તૈયારીઓ કરીને નીકળી પડ્યો હતો દુનિયાની સફરે. પણ સપનામાં વિચાર્યું નહોતું કે જેલમાં જવું પડે પણ નામ કંઈક અલગ જ દુનિયામાં નોંધાયું. અને નામ પણ નોંધાયું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ. ફરે તે ચરે અને બાંધ્યું ભૂખે મરે એ કહેવતના નાતે ઈન્ડી દુનિયા ફરીને ઘણા બધા આકરા અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. વિગતે વાત કરીએ લબરમુછિયા ઈન્ડી નેલસનની.
લિબિયા, ઈરાન, રશિયા અને નોર્થ કોરિયામાં ફર્યો

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અહેવાલ અનુસાર ઇન્ડી નેલ્સન દુનિયાભરના યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રોમાં ફરેલો છે, જેમાં લિબિયા, ઈરાન, પાપા ન્યૂ ગીની, રશિયા અને નોર્થ કોરિયાનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહી ઇન્ડી નેલ્સનને જાસૂસીના આરોપસર ચાર વખત જેલના ચક્કર પણ કાપવા પડ્યા છે. જેલમાં રહેવાની સાથે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડી નેલ્સનની 24 કલાક પૂછપરછને કારણે ફાયદો થયો હોવાનું કહેવાય છે.
22 વર્ષની ઉંમરે ફરવાનું શરુ કર્યું
ઉપરાંત તેને નામે સૌથી વધુ વખત એર લાઈન્સમાં ટ્રાવેલ કરવાનો પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. 18 મહિનામાં 170થી વધુ એર લાઇનમાં ઉડાન ભરી ચૂક્યો છે. આ શરૂઆત પણ 22 વર્ષની નાની ઉંમરથી કરી હતી. આ અગાઉ રયુસી ફુરુશો નામના શખ્સ નામે 154 એર લાઈનમાં ઉડાન ભરવાનો રેકોર્ડ હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અહેવાલ અનુસાર અમુક દેશમાં.ફસાયા પછી ઇન્ડી નેલ્સન ને લાગ્યું હતું કે હવે તે મુક્ત થઈ શકશે નહિ પણ દરેક મુશ્કેલ સંજોગોમાંથી પાર ઉતરી જતો.
ના પસંદ દેશ છે કોમોરોસ
ઇન્ડી નેલ્સનના મતાનુસાર તેને દુનિયામાં પસંદ ન પડ્યો હોય તો એ દેશ કોમોરોસનું નામ લીધું હતું. કોમોરોસ આફ્રિકાના સાઉથ ઇસ્ટ કોસ્ટમાં આવેલો છે. આ દેશમાં લોકો મિલનાસુર નહોતા, જ્યારે મનપસંદ દેશ તરીકે કંબોડિયાનું નામ લીધું હતું અને તેના માટે ખાસ કરીને લોકો સ્વભાવના મિલનસાર હતા. કંબોડિયામાં ટાઈમ સ્પેન્ડ કરવામાં પણ તેને મઝા આવી હોવાનું જણાવ્યું હતું. વેલ દુનિયામાં ફરવુ જોઈએ જેથી દુનિયા કેટલી મોટી છે એની ખબર પડે અને એનો અનુભવ પણ જાણવો હોય તો હજુ ઇન્ડી નેલ્સનના જીવનને વધુ જાણવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!