GST કાઉન્સિલનો મોટો નિર્ણય: ઘર ખરીદવું અને રોજબરોજની ચીજવસ્તુઓ હવે વધુ સસ્તી થશે!
૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે નવા જીએસટી સ્લેબ; હવે માત્ર બે સ્લેબ, 5 અને 18 ટકા રહેશે

જીએસટી પરિષદની 54મી બેઠક મુદ્દે સૌથી મોટો કેન્દ્ર સરકારે બુધવારે લીધો. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ જીએસટીના હવે બે સ્લેબ રહેશે, જેમાં 12 અને 28 ટકાનો સ્લેબ હટાવવામાં આવ્યો છે, જ્યારે હવે પાંચ અને 18 ટકાનો સ્લેબ રહેશે. ફૂડ, ઓટોમોબાઈલ સહિત ઘર ખરીદવાનું સસ્તું થશે, જ્યારે સિમેન્ટ પર પણ 28 જગ્યાને બદલે 18 ટકા જીએસટી લાગુ પડશે, જ્યારે નવા સ્લેબ 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે. સરકારે અત્યારે જીએસટી પેટે લોકો પાસે જે પ્રકારે જીએસટી વસૂલ્યો છે તેનો રાજકીય વ્યૂહરચના અન્વયે ઘટાડો કર્યો હોવાનું પણ રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું કે હવે કોમન મેનની જરુરિયાત અનુસારની વસ્તુઓ પર હવે બાર અને અઢાર ટકા નહીં, પરંતુ સરેરાશ પાંચ ટકા જીએસટી લાગુ પડશે. એના સિવાય, અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક, પનીર, બ્રેડ પર પણ જીએસટી લાગુ પડશે નહીં. એના સિવાય એસી, વોશિંગ મશીન, 38 ઇંચથી નાના ટીવી, નાની કાર વગેરેમાં અઢાર ટકા જીએસટી લાગુ પડશે, જ્યારે એના અગાઉ 28 ટકા જીએસટી વસૂલવામાં આવતો હતો. સૌથી મોટી રાહત એજ્યુકેશન ક્ષેત્રે થશે, જેમાં જરુરી ચીજવસ્તુમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને પણ રાહત થશે.
– જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે?

. સૂકા મેવા અને ફળ, બદામ, કાજુ, પિસ્તા, મિક્સ મેવા સહિત અન્ય વસ્તુઓ પર 12 ટકાથી જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
. પ્રોસેસ્ડ ફૂડ પાસ્તા, નૂડલ્સ, કોર્નફ્લેક્સ, ફ્રૂટેડ રાઈસ, બિસ્કિટ, કેક, પેસ્ટ્રી, ભુજિયા, મિક્સર પર હવે 12 ટકાથી પાંચ ટકા જીએસટી લેવામાં આવશે.
. પેકેજ્ડ પીણા જેમ કે નારિયેલ પાણી, સોયા મિલ્ક ડ્રિન્ક, ફ્રૂટ જ્યુસ આધારિત ડ્રિન્ક, મિલ્સ આધારિત પીણા પર પણ હવે બાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લેવાશે, જેથી આ બધી વસ્તુઓ પણ વધુ સસ્તી થશે.
. ખેડૂતો અને ખેતપેદાશ પરના બાર ટકા જીએસટી વેરાને બદલે પાંચ ટકા કરવામાં આવ્યા છે, જ્યારે માર્બલ, લેધર વગેરે પણ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
. સિમેન્ટ પર 28 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગશે, જ્યારે હેલ્થ સામગ્રી, 33 દવા પર પણ હવે જીએસટી લાગશે નહીં, ચશ્મા અને વિઝન સંબંધિત ઉપકરણ પર પણ પાંચ ટકા જીએસટી લાગુ પડશે.
. લક્ઝરી આઈટેમ્સ કાર અને બાઈક્સ મોંઘા થશે, જ્યારે એના પર સ્પેશિયલ સ્લેબ લાગુ પડશે. એના સિવાય તમાકુ, પાન-મસાલા, ફ્લેવર ફ્રૂટ ડ્રિન્ક અને અન્ય પેકેજડ પીણા મોંઘા થશે. 350 સીસીથી વધુ મોંઘી બાઈક્સ પણ મોંઘા થશે.
. હેલ્થ ઈન્શ્યોરન્સ અને લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પર લાગનાર જીએસટીમાં પણ મોટી રાહત મળી છે. જૂતા અને કપડા પર પણ રાહત આપી છે, જેના પર 12 ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગુ પડશે.
. દવા, ઘી માખણ વગેરે સસ્તા થશે. એના પર બાર ટકા જીએસટી લાગુ પડતો હતો, જે હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે.
. ભારતીય રોટલી પર પણ જીએસટી પાંચ ટકાથી ઘટાડીને ઝીરો કર્યો છે, જ્યારે વ્યક્તિગત વીમા અને લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી, મેપ, ચાર્ટ્સ, એક્સરસાઈઝ બુક અને નોટબુક, પેન્સિલ, શાર્પનર અને ઈરેઝર પણ ઝીરો જીએસટી લાગુ પડશે.
