પ્લેટફોર્મ ટિકિટ સહિત રેલવેની આ સુવિધા પર જીએસટી નહીં લાગે, પણ…
રિટાયરિંગ રુમ, ક્લોકરુમ સર્વિસ, બેટરી ઓપરેટેડ કારની સર્વિસ સહિત અન્ય સર્વિસ જીએસટીમાંથી મુક્તિ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભાજપની આગેવાની હેઠળની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ-NDA)ને જાહેર જનતાના હિત માટેના નિર્ણય લેવાનું જરુરી હોવાનું ભાન કરાવ્યું છે. હાલની નવી સરકાર માટે એક કરતા અનેક પડકારો સામે વધુ પાંચ વર્ષ લડવા માટે જીવતદાન મળ્યું છે. જીવનાવશ્યક ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં રાખવાની સાથે મોંઘવારી-બેકારીને અંકુશમાં રાખવાનું મોદી સરકાર માટે પડકાર છે એ જરુરી છે ત્યારે આજની જીએસટી કાઉન્સિલની બેઠક (GST Council Meeting)માં મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

નાણા પ્રધાન નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman)ની આગેવાની હેઠળની જીએસટી કાઉન્સિલની બેઠક પછી એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય રેલવેની અમુક સર્વિસીસને જીએસટીના દાયરામાંથી બાકાત કરવામાં આવી છે. હવે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની ટિકિટ પર જીએસટી વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત, રિટાયરિંગ રુમ, ક્લોકરુમ સર્વિસ, બેટરી ઓપરેટેડ કારની સર્વિસ અને વેટિંગ રુમ સહિત અન્ય સર્વિસ જીએસટીમાંથી મુક્ત કરી છે.
#WATCH | On the 53rd GST Council Meeting, Union Finance Minister Nirmala Sitharaman says "Council recommended to prescribe 12% GST on all solar cookers whether it has single or dual energy source. Services provided by Indian Railways to the common man, sale of platform tickets,… pic.twitter.com/pJGBydgVz5
— ANI (@ANI) June 22, 2024
આમ છતાં સોલાર કૂકર, સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા મિલ્ક કેન પર 12 ટકા જીએસટી વસૂલવાની ભલામણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, પેપર બોર્ડથી બનાવેલા કાર્ટન પર પણ 12 ટકા જીએસટી લેવાની ભલામણ કરવામાં આવી છે. નાણા પ્રધાને કહ્યું હતું કે વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ ભરનારાને પણ રાહત આપવા અંગે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. અલબત્ત, જીએસટી કાઉન્સિલની 53મી બેઠકમાં તમામ પ્રકારના પેપર બોક્સ પર જીએસટી 18 ટકામાંથી ઘટાડીને 12 ટકા કરવાની ભલામણ કરી હતી. અન્ય એક નિવેદનમાં જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ સફરજનના બોક્સ પર જીએસટીમાં ઘટાડો કરવાની માગ કરી હતી, તેનાથી સફરજનના બગીચા-ઉદ્યોગ બંને પરના ખર્ચમાં ઘટાડો થશે.
આમ છતાં નાણા પ્રધાને ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પરના 28 ટકા જીએસટી લેવા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આજની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ અને કેસિનોમાં કોઈ રાહત મળવાનો અવકાશ નથી.
આમ છતાં નાણાં પ્રધાને બેઠક પછી કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ઈચ્છા છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની છે પણ હવે એને રાજ્ય સરકારો સાથે મળીને કરવામાં આવશે. આ અગાઉ ભૂતપૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલી પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ કરી હતી. આમ છતાં હવે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનું રાજ્ય સરકારની જીએસટી કાઉન્સિલમાં સહમતી મળી એ જરુરી છે એના પછી એના ભાવ નક્કી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
