GST 2.0: સ્લેબમાં ફેરફારથી જનતાને ફાયદો પણ સરકારે આઠ વર્ષમાં કેટલી કરી કમાણી?
જીએસટી 2.0 અન્વયે સ્લેબમાં ફેરફાર કરીને સરકારે ટેક્સ રેટમાં ઘટાડો કરીને આમ જનતાને દિવાળી નહીં દશેરા અને છઠ્ઠની ગિફ્ટ આપવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વિપક્ષે આ મુદ્દે પણ સરકારની ઝાટકણી કાઢી છે. દેર આયે દૂરસ્ત આયે નાતે સરકારે જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યો છે, પણ સરકારે જ્યારથી જીએસટી અમલ કર્યો ત્યારથી જે કમાણી કરી એનું શું. એનો કોઈ હિસાબ છે કે નહીં એના સવાલના જવાબની વાત કરીએ.

નવા સુધારાથી સરકારની તિજોરી પર અસર થશે
બુધવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકારે જીએસટીમાં સુધારો કરવા મુદ્દે મોટી જાહેરાત કરી, જેમાં બે સ્લેબ રાખીને પાંચ અને 18 ટકાના સ્લેબ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, જ્યારે હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર પણ 40 ટકાનો સ્પેશિયલ સ્લેબ લાગુ પડશે. સરકારે તમામ ટેક્સ રદ કરીને 2017માં જીએસટી (ગુડ્સ સર્વિસ ટેક્સ) લાગુ પાડ્યો હતો, જ્યારે સરકારે દર વર્ષે જીએસટી મારફત મજબૂત ટેક્સ વસૂલ્યો હતો. જોકે, હવે જીએસટી 2.02 અન્વયે કરેલા ફેરફારથી સરકારની તિજોરી પર પણ અસર જોવા મળશે.
દર વર્ષે સરકારની આવકમાં વધારો થયો છે
જીએસટીની આવકની વાત કરીએ તો પહેલી જુલાઈ, 2017ના લાગુ કરવામાં આવ્યા પછી દર વર્ષે વધારો થયો છે. 2025ના વર્ષમાં જીએસટી ક્લેક્શને તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા. શરુઆતના પહેલા વર્ષે 7.41 લાખ કરોડ (જુલાઈથી માર્ચ સુધી) કમાણી કરી હતી, જ્યારે આગામી વર્ષ 2018-19માં જીએસટી મારફત 11.77 લાખ કરોડની આવક કરી હતી. અત્યાર સુધીમાં જીએસટી કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. 2021-22થી લઈને 2024થી 25 સુધી પાંચ વર્ષમાં જીએસટીમાં બેવડો વધારો થયો છે. 11.37 લાખ કરોડથી વધીને 22.08 લાખ કરોડ થઈ છે. બીજી બાજુ આ વર્ષે જાન્યુઆરી 1.96 લાખ કરોડ, ફેબ્રુઆરીમાં 1.84 લાખ કરોડ, માર્ચમાં 1.96 લાખ કરોડ, એપ્રિલમાં 2.37 લાખ કરોડ અને મે મહિનામાં 2.01 લાખ કરોડનું કલેક્શન થયું હતું.
જીએસટીમાં ફેરફારને કારણે સરકારને નુકસાન?
જીએસટી રિફોર્મને કારણે સરકારને વર્ષે 40,000 કરોડ રુપિયાની આવકમાં નુકસાન થવાની શંકા છે. સરકારે આ સુધારાને કારણે તેની સીધી અસર સરકારની તિજોરી પર અસર થશે. બીજી બાજુ નાના વેપારીથી લઈને મોટા વેપારીઓ, ખેડૂતો અને આમ જનતાને પણ ફાયદો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પંજાબના મંત્રીએ કહ્યું હતું કે નુકસાનને ભરપાઈ કરવી જોઈએ, પરંતુ એના મુદ્દે કેન્દ્ર સરકાર સહમત થયું નહોતું.
ચારને સ્થાને હવે 5 અને 18 ટકાનો સ્લેબ રહેશે
પહેલી જુલાઈ, 2017માં જીએસટીને લાગુ પાડવામાં આવ્યો હતો. સરકારે જૂના પરોક્ષ અને પ્રત્યક્ષ કરવેરાને બદલે જીએસટી લાગુ પાડયો હતો, ત્યાર પછી અલગ અલગ પ્રકારના ટેક્સ ખતમ કરી નાખવામાં આવ્યા હતા. જેને સંચાલિત કરવા માટે પરિષદનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન, રાજ્યના નાણા પ્રધાન અને વિવિધ રાજ્યના નાણા પ્રધાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરુઆતમાં જીએસટી ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા જેને ચાર સ્લેબમાં વહેંચ્યો હતો, જે 5, 12, 18 અને 28 ટકા નિશ્ચિત કર્યો હતો. હવે જીએસટી ફક્ત બે સ્લેબમાં રહેશે, પાંચ અને અઢાર ટકા. નવા સ્બેને કારણે જીવનજરુરી ચીજવસ્તુઓમાં ઘટાડો થશે, જ્યારે લક્ઝરી ચીજવસ્તુઓમાં ઘટાડો થશે.
