આ છે મુંબઈના સૌથી ધનવાન બાપ્પા, મંડળે ઉતરાવ્યો કરોડો રૂપિયાનો વીમો…
મુંબઈ: માયાવી નગરી મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે, કારણ કે બાપ્પાના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે. શરૂ થઈ ગઈ છે. દરમિયાન આજે અમે અહીં તમારા માટે એક એવા બાપ્પાની માહિતી લઈને આવ્યા છીએ કે જેમનો દબદબો જ કંઇક અલગ છે. આ બાપ્પાની ગણતરી મુંબઈના સૌથી શ્રીમંત બાપ્પા તરીકે કરવામાં આવે છે. આવો જોઈએ કયા આવેલું છે બાપ્પાનું આ પંડાલ-
મળી રહેલી માહિતી અનુસાર GSB પંડાલ દ્વારા આ વર્ષે ગણેશોત્સવ માટે અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો ઉતરાવ્યો છે. આ વખતે મંડળે 400.58 કરોડ રૂપિયાનો ઇન્શ્યોરન્સ કરાવ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે GSB સેવા મંડળ દર વર્ષે જ સૌથી ધનિક ગણેશ મૂર્તિ, મોંઘાદાટ વીમાને કારણે સમાચારમાં રહે છે.
મુંબઈનું GSB ચારાજા એ લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક છે. આ કિંગ સર્કલ, મુંબઈમાં 5 દિવસ માટે ગોઠવવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વર્ષે 400 કરોડ રૂપિયાનો વીમો પંડાલમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સેવા કર્મચારીઓ, પાર્કિંગ અને સુરક્ષા સ્ટાફ, સ્ટોલ કામદારોને પણ આવરી લેશે.
GSB સેવા મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. GSB રાજા એ લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક છે. કિંગ સર્કલ ખાતે આવેલા આ મંડળ દ્વારા પાંચ જ દિવસ માટે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે મંડળ દ્વારા 400 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે, જેમાં પંડાલમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સેવા કર્મચારીઓ, પાર્કિંગ અને સુરક્ષા સ્ટાફ, સ્ટોલ કામદારોને પણ આવરી લેવામાં આવશે.
GSB સેવા મંડળ આ વર્ષે તેનો 70મો વાર્ષિક ગણેશોત્સવ ઉજવી રહ્યું છે અને 5મી સપ્ટેમ્બરના એટલે કે આજે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.
વર્ષ 2023માં આ પંડાલે 360.40 કરોડ રૂપિયાનું વીમો લીધો હતું. તમને જણાવી દઈએ કે 5 દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ 20 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ પાંચ દિવસીય મહોત્સવમાં GSBની ગણેશ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.