July 1, 2025
મહારાષ્ટ્ર

સૈફ અલી ખાન પરનો હુમલાખોર બાંગ્લાદેશી નીકળતા સરકાર એલર્ટ, 6 મહિના માટે મૂક્યો પ્રતિબંધ

Spread the love

મુંબઈઃ બોલીવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં હુમલો કરીને તેને ગંભીર રીતે ઈજા પહોંચાડવાના કેસમાં એક પછી એક નવા વળાંકો આવતા જાય છે. સૈફ અલી ખાન પર હુમલો કરનારો બાંગ્લાદેશી નીકળ્યો છે. આ બાબતને લઈ મહારાષ્ટ્ર સરકાર સતર્ક બની છે. ઘૂસણખોરોને રોકવા માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

મહાયુતિ સરકારનું કહેવું છે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યાને રોકવાનું જરુરી છે અને હવે એના માટે મહારાષ્ટ્ર સરકારે આગામી આદેશ સુધી આવા કેસમાં જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર જારી કરવામાં પણ રોક લગાવી છે, જે એક વર્ષ અથવા એનાથી જૂના છે. અત્યાર સુધીમાં આવા કેસમાં સ્થાનિક અધિકારીઓ તપાસ પછી પ્રમાણપત્ર જારી કરતા હતા, પરંતુ હવે એના પર રોક લગાવી છે. આ બાબતમાં સરકારે મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં આગામી છ મહિના સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ બાબતને લઈ મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ મૂક્યો હતો કે રાજ્યમાં 4,318 બાંગ્લાદેશી અને રોહિંગ્યા માલેગાંવમાં રહે છે. એના સિવાય અમરાવતીમાં 4,537 અને અકોલામાં 15,000 લોકો રહી ચૂક્યા છે. આ બધા લોકોની પાસે બનાવટી દસ્તાવેજો મારફત જન્મનું પ્રમાણપત્ર પણ છે. આ આરોપોની તપાસ માટે હોમ મિનિસ્ટ્રીએ એક એસઆઈટી સંગઠન ગઠન કરી છે, જે વિવિધ કેસની તપાસ કરીને રિપોર્ટ સોંપશે.

આ અંગે અધિકારીએ કહ્યું હતું કે તાત્કાલિક મોત અથવા જન્મનું પ્રમાણપત્ર યોગ્ય માનવામાં આવે છે અને એનાથી સર્ટિફિકેટ જારી કરવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી. આમ છતાં એક વર્ષ અથવા વધુ સમયના કિસ્સામાં સમસ્યા ઊભી થાય છે. અમુક કિસ્સામાં લોકો બનાવટી દસ્તાવેજોના આધારે પ્રમાણપત્રો બનાવી લે અને ઉપયોગ કરે છે.

આ સમસ્યાના ઉકેલ માટે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક નિર્ણય લીધો છે. જોકે એવી પણ સંભાવના રહે મૃત્યુ અને જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે નિયમોનું સખત પાલન કરવામાં આવે. ખાસ કરીને જૂના કિસ્સામાં તપાસ માટે કોઈ નવું સેટ અપ બનાવવામાં આવે. હકીકતમાં 2023 સુધી દેશમાં એવો નિયમ હતો કે એક વર્ષ અથવા એનાથી વધુ સમય જૂના કિસ્સાના સર્ટિફિકેટની ન્યાયિક તપાસ કરવામાં આવે.

એના પછી કેન્દ્ર સરકારે નિયમ બદલ્યો તો જિલ્લાધિકારી અને એસડીએમને અધિકાર આપ્યો અને તપાસ પછી સર્ટિફિકેટ જારી કરી શકે છે. કાયદામાં આપવામાં આવેલી છૂટનો અનેક જગ્યાએ ફાયદો ઉઠાવી શકાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રના માલેગાંવ, અમરાવતી વગેરે વિસ્તારમાં બને છે, જ્યાં મુસ્લિમોની સંખ્યા વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!