ઘરમાં WI-FI લગાવો છો તો જાણી લેજો સરકારની મોટી ચેતવણી
મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં લોકો માટે મોબાઈલ જેટલો જરુરી બન્યો છે એટલો ઈન્ટરનેટનો ઉપયોગ પણ. મોબાઈલ સિવાય લેપટોપ, કમ્પ્યુટર માટે ઈન્ટરનેટનું ચલણ વધ્યું છે. લોકો મોબાઈલ સાથે ઘરમાં તેનો વપરાશ વધારે એ પહેલા જરુરી માહિતી મેળવી લેવાનું હિતકારી છે. જો તમે ઘરમા વાઈફાઈ લગાવવાનો હોય તો વાંચી લેજો મહત્ત્વની માહિતી.
ઘરમાં વાઈફાઈનું રાઉટર લગાવતા હોય તો તમે એ વાત જાણી લેજો કે રાઉટર કઈ બ્રાન્ડનું છે. સ્થાનિક ઈન્ટરનેટ પ્રોવાઈડર સસ્તા ભાવમાં વાઈફાઈ લગાવતા હોય છે અને એના ચક્કરમાં મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. અને ભવિષ્યમાં મોટા કોઈ જોખમમાં મૂકાઈ શકો છો. આ મુદ્દે કેન્દ્ર સરકારે પણ સરકારી સંસ્થા કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ એટલે સીઈઆરટી-ઈન અને ડિજિસોલ વાઈફાઈને લઈ ચેતવણી જારી કરી છે.
સિક્યોરિટી રિસર્ચર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વાઈફાઈ રાઉટર તમારી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. કઈ રીતે ચોરી શકે છે એ પણ જણાવીએ. સીઈઆરટી-ઈનની એડવાઝરી માનીએ તો જે વાઈફાઈ રાઉટરમાં ખામી જાણવા મળી છે, તેમાં ડિજિસોલ રાઉટર ડીજી-જીઆર 1321 સાથે હાર્ડવેર વર્ઝન 3.7એલ અને ફિલ્મવેર વર્ઝન વીથ્રી.2.02નો સમાવેશ થાય છે. જો તમારી પાસે પણ આ પ્રકારના કોઈ મોડલ હોય તો તેના અંગે એક્શન લેવા જરુરી છે.
એટેકર્સ અને હેકર્સ તમારા સિક્યોરિટી પાસવર્ડ એક્સેસ કરી છે અને તેનું કારણ એ હોય છે કે કોઈ નબળો પાસવર્ડ રાખ્યો હોય તો તમે એના શિકાર બની શકો છો. અમુક ડિઝિસોલ મોડલમાં બિલ્ડ ઈન એક્સેસ પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે યૂઝર્સને ડાયરેક્ટ સીધા કેબલથી કમ્યુનિકેશન એક્સેસ આપે છે, તેથી આ બધી બાબતથી સાવધ રહેવાનું જરુરી રહે છે, જે તમને તમારા બેંકથી લઈને અન્ય બાબતો માટે સારી બાબત છે.