December 20, 2025
લાઈફ સ્ટાઈલ

ગોસિપના ફાયદા કે ગેરફાયદા? સોશિયલ કમ્યુનિકેશનમાં ‘ગોસિપ’ની ભૂમિકા

Spread the love


આજના સોશિયલ મીડિયાના યુગમાં ‘ગપશપ’ કરવાથી પણ સંબંધો સમજાય છે અને એકતાનું નિર્માણ થાય છે, જાણો કઈ રીતે સંશોધકો પણ માને છે કે ગોસિપ ખોટી નથી


આજના જેન-ઝેડ યુગમાં સોશિયલ મીડિયાની બોલબાલા છે. સોશિયલ મીડિયા પરના કિંગ પ્લેટફોર્મમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગ્રોક યા એક્સ પર સતત કરોડો લોકો એકબીજા સાથે કમ્યુનિકેશન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગોસિપ કરવાનું ચાલુ રાખે છે, જેમાં કોઈ સારો હેતુ હોય યા કોઈની ચાડીચુગલી. પણ આપણે અત્યારે ગોસિપની વાત કરીએ. ગોસિપ કરવી એટલે બીજાની વાતો કરવી અને લોકો અચૂક કરે છે, જેમાં મિત્રોની હોય કે પડોશીઓની કે પછી બોસની. ઘણી વખત એને વખોડવામાં પણ આવે છે, પણ હકીકત એ છે કે આ ગોસિપ કરવાથી સંબંધોને સમજવાની પણ મહત્વની રીત. મનોરંજન નહીં, પરંતુ નવો દૃષ્ટિકોણ અને અહેસાસ પણ થાય છે અને એકતાનું નિર્માણ પણ થાય છે.

ગોસિપ કરનારાને લોકો અવનવા નામો પણ આપતા હોય છે કે જેમ કે બકવાસ કરે છે યા અફવા પણ ફેલાવનારા પણ કહે છે, જેને સાંભળીને જે તે વ્યક્તિને ખરાબ પણ લાગે છે, પરંતુ ગોસિપ કરવાનું હંમેશા ખરાબ પણ નથી અને વિશ્વાસ ના હોય તો વિગતે વાત કરીએ. સંશોધકોએ પણ સ્વીકાર્યું છે કે ગપશપ કરવાનું ખોટું નથી અને ગોસિપ કનારા પણ ખોટા હોતા નથી. વાસ્તવમાં આવા લોકો સામાજિક સાંમજય કેળવવા માટે સારા હોઈ શકે છે.

સંશોધકોએ કહ્યું છે કે ગોસિપ કરનારી દર ત્રીજી વ્યક્તિ જાણકારીનું આદાન-પ્રદાન કરે છે, જે સામાજિક રીતે ફાયદો થાય છે. સંશોધકોએ મહત્ત્વની વાત એ પણ કરી છે કે લોકોની લોકપ્રિયતા ફેલાવવા માટેનું પણ મજબૂત માધ્યમ છે. એટલે સુધી કે સ્વાર્થી લોકોથી બચતા સહયોગી સાથે કનેક્શન માટે મદદ મળે છે.

નેશનલ એકેડેમી સાયન્સે એટલે સુધી જણાવ્યું છે કે જે વ્યક્તિ વાતચીત કરવામાં સારી હોય તે સારી માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે. દરેક વખતે ગપશપ કરવાનું ખોટું પણ હોતું નથી. તેમાંય સારી બાબત હોય તો પણ એનો વધુ ફાયદો થાય છે. નકારાત્મક બાબતને બાજુ પર રાખીએ તો તેની સકારાત્મક વાત હોય તો.

ગોસિપ કરવાના ફાયદા

. જ્યારે કોઈ ગપશપ કરે છે ત્યારે બીજાની વર્તણૂક વિશે જાણવા મળે છે. સામેની વ્યક્તિને તમે ફિલ્ટર કરી શકો.

. તમે જ્યારે કોઈના માટે ગપશપ કરો ત્યારે તમારા મનમાં પણ એના અંગે સારી-નરસી વાત બહાર લઈ આવો છો.

. ગોસિપ કરવાથી જાણે-અજાણે તમે એ વ્યક્તિ પાસેથી કંઈક શીખવા મળે છે, જેને કારણે ગપશપ કરવાનો વિષય બનો છો.

. મોટા ભાગના લોકો જ્યારે પોતાની ચિંતાઓ શેર કરવા ઈચ્છતા હોય અથવા સમર્થન કે ખાતરીની જરૂર હોય ત્યારે ગપસપ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!