ચોથી જૂન પછી G-Pay કામ નહીં કરે…જાણી લો હકીકત?
નવી દિલ્હીઃ ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પેના ઉપયોગ કરતા હોય તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે. ગૂગલ પે (Google Pay-G Pay)ને લઈ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂગલ આગામી ચાર જૂનના દુનિયાભરના અનેક દેશોમાં ગૂગલ પે સર્વિસ બંધ કરવામાં આવશે, ત્યાર બાદ એના પછી એપ્લિકેશન મારફત પેમેન્ટ નહીં કરી શકો.
ગૂગલની G-Pay સર્વિસ ભારત સહિત અનેક રાષ્ટ્રોમાં ઓનલાઈન પેમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. 2022માં ગૂગલ વોલેટની સંખ્યામાં વધારો થયો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે આ યૂઝર્સની પહેલી પસંદગી બની છે. જો તમે સ્માર્ટ ફોનમાં ગૂગલ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા હોય તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે, પરંતુ ચોથી જૂન પછી ગૂગલ પેની સર્વિસ બંધ થઈ રહી છે.
ચોથી જૂનના ગૂગલ પે બંધ કરવાને કારણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન યૂઝર્સની ચિંતા વધારી છે. GPay બંધ થવાની વાત સાચી પણ કયા દેશોમાં તેની અસર થશે એ પણ જાણી લો. ગૂગલ પે સર્વિસને બંધ કરી રહી છે, પરંતુ ગૂગલના આ નિર્ણયની ભારત પર કોઈ અસર પડવાની નથી. ગૂગલે અમેરિકામાં ચોથી જૂન 2024થી ગૂગલ પે સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાંથી નહીં પણ અમેરિકામાંથી ગૂગલ પેની સર્વિસ બંધ થશે.
અમેરિકા સિવાય ચોથી જૂન પછી ભારત અને સિંગાપોરમાં સર્વિસ ચાલુ રહેશે, પરંતુ અન્ય દેશોમાં સંપૂર્ણપણે બંધ થશે. કંપનીના અહેવાલ અનુસાર તમામ યૂઝર્સને ગૂગલ વોલેટ પર ટ્રાન્સફર કરવામાં આવશે, તેથી અમેરિકામાં ચોથી જૂનથી ગૂગલ પે સંપૂર્ણ રીતે યૂઝલેસ થશે.
અલબત્ત, અમેરિકા સિવાય અન્ય દેશોમાં ગૂગલ-જીપે બંધ થશે, પરંતુ તેના સ્થાને ગૂગલ વોલેટનો ઉપયોગ કરી શકશે, જ્યારે તે લગભગ 180 દેશમાં લાગુ પડશે, તેથી ડરવાની જરુર નથી, એમ પણ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.