મૌની અમાવસ્યાથી થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, બનશે બે શુભ સંયોગ…
2024ની જેમ જ 2025નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેશે અને જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આ વખતે મૌની એકાદશી 29મી જાન્યુઆરીના ઉજવાશે અને આ દિવસે અનેક શુભ સંયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ દિવસે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન પણ છે. મૌની એકાદશીના મકર રાશિમાં સૂર્ય, ચંદ્રમા અને બુધનું યુતિ થઈને ત્રિગ્રહી યોગ પણ બની રહી છે, જેની પાંચ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેમના અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ વૃષભ રાશિના જાતકોને જો નોકરી-ધંધામાં કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આ સમયે એમાં રાહત મળશે. આ સાથે પૈતૃક સંપત્તિ સંબંધિત જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એમાં પણ રાહત મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ પૂરું થશે.
કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. આ રાશિના જાતકો કરિયરમાં પણ સારું પ્રદર્શન કરશે. સારા પરફોર્મન્સને કારણે પ્રમોશન કે પગારવધારાના યોગ પણ બનશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો.
કર્કઃ કર્ક રાશિના જાતકોનો વેપારમાં નફો વધી શકે છે. કોઈ જૂના રોકાણથી લાભ થશે. નવું કામ કે રોકાણ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે. લાંબા સમયથી જો કોઈ કામ પૂરું નહોતું થઈ રહ્યું તો તે પણ આ પૂરું થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
તુલાઃ તુલા રાશિના જાતકોને કરિયર કે કામના સ્થળે કોઈ લાભ થઈ રહ્યો છે. તમારા માન-સન્માનમાં વધારો થશે. વિદેશમાં ભણવાના કે નોકરી કરવાનું વિચારી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
મકરઃ મકર રાશિના જાતકોના જીવનમાં મૌની અમાવસ્યા અને ત્રિગ્રહી યોગને કારણે સકારાત્મક ફેરફાર આવશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી પણ મુક્તિ મળી શકે છે. આકસ્મિક ધનલાભ થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
