February 4, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

સોનું કે ચાંદી? 170% વળતર સાથે ચાંદીએ મારી બાજી: જાણો હવે રોકાણ કરવું કેટલું ફાયદાકારક?

Spread the love

ગોલ્ડ-સિલ્વર રેશિયો 110 થી ઘટીને 65 થયો; સોલર અને ટેક સેક્ટરમાં વધતી માંગને કારણે ચાંદીમાં ઐતિહાસિક તેજી.

ગોલ્ડ અને સિલ્વરની અત્યારે બોલબાલા છે. સોના-ચાંદી સહિત એલ્યુમિનિયમ-તાંબાના ભાવમાં ઉછાળો આવ્યો છે. પણ ચાંદીની દોટ તો સોના કરતા આગળ વધી રહી છે. સિલ્વરનો વપરાશ ઉદ્યોગમાં વધારો થાય છે તેમ જ વૈશ્વિક અસ્થિરતા અને જિયોપોલિટિકલ ટેન્શનને કારણે ગોલ્ડની સાથે ચાંદીની ડિમાન્ડમાં વધારો થયો છે.

2025માં સોનાના રોકાણ માટે શ્રેષ્ઠ રહ્યું. સોનાએ 75 ટકાનું રિટર્ન આપ્યું હતું, પરંતુ ચાંદીએ તો રેકોર્ડ કરી નાખ્યો. ચાંદીએ લગભગ 170 ટકાનું વળતર આપીને નવો વિક્રમ બનાવ્યો છે. વેપારીઓની સાથે હવે ઉદ્યોગપતિની નજરમાં પણ ચાંદી આવી ગયું છે. સોના ચાંદીના રેશિયાની વાત કરીએ તો ગોલ્ડ-સિલ્વરનો રેશિયો 110થી ઘટીને 65 નીચે ગયો છે.

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો કહે છે કે સોના-ચાંદીના પુરવઠામાં ઘટાડો થયો છે, જ્યારે ડિમાન્ડમાં વધારો થયો છે. ગોલ્ડ માઈનિંગમાં મર્યાદિત પુરવઠો ઉપલબ્ધ થયા છે. સિલ્વરની ડિમાન્ડ વધી છે, જેમાં ખાસ કરીને સોલર, એનર્જી અને ઈલેક્ટ્રિફિકેશનમાં વધ્યો છે. બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ ડિમાન્ડ રહે છે, તેથી સોનાની સાથે ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.

વીતેલા વર્ષે પણ ગોલ્ડ-સિલ્વરમાં રોકાણનો અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ગોલ્ડ-સિલ્વર હવે સાઈક્લિક હેજની જગ્યાએ સ્ટ્રેટેજિક રિઝર્વ એસેટ્સ બન્યા છે. ભારતમાં ગોલ્ડ-સિલ્વર ઈટીએફમાં વધારો થયો છે, જ્યારે બંનેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ 150 ટકાથી વધુ થયો છે.

બીજી બાજુ કોપરના ભાવમાં પણ વધારો થયો છે. 13,000 ડોલર ટનદીઠે પહોંચ્યો છે, જ્યારે દર વર્ષે 40 ટકા રિટર્ન આપે છે. દુનિયામાં રિફાઈન્ડ કોપરની ડિમાન્ડ વધી છે, જે 2.1 ટકાથી વધીને 2026માં 2.87 કરોડ ટને પહોંચી છે. ઉપરાંત, એલ્યુમિનિયમ પણ 17 ટકા અને ઝિંકે પાંચ ટકા રિટર્ન આપ્યું છે. આ સંજોગોમાં સોના-ચાંદીમાં રોકાણ માટે લાંબા ગાળે રોકાણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!