સોના-ચાંદીની ચમક વધી: જાણો આગામી વર્ષે સોના-ચાંદીના ભાવ ક્યાં પહોંચશે?
નવી દિલ્હીઃ છેલ્લા અઠવાડિયાથી ફરી સોના-ચાંદી બજારમાં સોના સાથે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં હવે હજાર રુપિયાનો ઉછાળો સામાન્ય થઈ ગયો છે, જ્યારે ચાંદીમાં પણ એ જ હાલ છે. ગઈકાલે ચાંદીમાં 800 રુપિયા વધી ગયા હતા, જ્યારે કિલોગ્રામના ભાવ 90,000ને પાર થયા હતા. પણ સોના-ચાંદીમાં વધતી ખરીદી સાથે રોકાણને કારણે ભાવ આગામી વર્ષોમાં આસમાને પહોંચી શકે છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઈબીજેએ)ના અનુસાર 10 ગ્રામ સોનાના ભાવ સવાસો રુપિયાનો ઉછાળો સોમવારે જોવા મળ્યો હતો, જ્યારે ભાવ 72,162 મથાળે રહ્યા હતા, જ્યારે એક કિલો ચાંદીના ભાવ પણ 90,000ને પાર થયા હતા. મૂળ ભાવ તો 90,590ના મથાળે રહ્યા હતા. ચાંદી 90,000 પાર થયા હોવાનું જણાવતા માર્કેટના વેપારીએ જણાવ્યું હતું.
ગઈકાલે સોનાચાંદીના ભાવમાં તેજી જોવા મલી છે, જેમાં અગાઉ ભાવમાં ઘટાડા જોવા મળ્યા પછી હવે ફરી નવી ઘરાકી નીકળી છે.
આ અગાઉ સોનાના ભાવમાં ઉછાળો જોવા મલ્યો હતો, જેમાં 10 ગ્રામ સોનાના ભાવ વધીને 74,000ને પાર થયા હતા ત્યારબાદ ઘટીને 71,000 રુપિયાની આસપાસ રહ્યા હતા. 24 કેરેટ સોનાના ભાવ 72,000 રુપિયાની આસપાસ રહ્યા હતા.આ ઉપરાંત, 23 કેરેટ સોનાના ભાવ 71,873 અને 22 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામના 66,100 બોલાયા હતા. એક કિલો ચાંદીના ભાવ 89,797થી વધીને 90,590નો ભાવ બોલાયો હતો.
સોના-ચાંદીના ભાવમાં ધીમી ગતિએ પણ મક્કમ પણે આગળ વધી રહ્યા છે, જ્યારે ભાવ વધતા હોવા છતાં લોકોની ખરીદી અટકતી નથી. સોનામાં રોકાણનું પ્રમાણ પણ વધ્યું છે. એક વર્ષમાં સોનાના ભાવમાં 8,810 રુપિયાનો વધારો જોવા મલ્યો છે. પહેલી જાન્યુઆરીના સોના ભાવ 63,352 રુપિયાની આસપાસ હતા, જ્યારે હવે 10 ગ્રામ સોનાનો ભાવ 72,162ની આસપાસ છે. ચાંદીમાં એક કિલોનો ભાવ 73,395 હતો, જ્યારે હવે એનો ભાવ વધીને 90,590 છે. આગામી વર્ષ સુધીમાં કદાચ 10 ગ્રામ સોનાના ભાવ 85,000 અને બીજા વર્ષ સુધીમાં એક લાખને પાર થાય તો નવાઈ નહીં. સોનાની માફક ચાંદીમાં પણ ઈન્વેસ્ટમેન્ટ થતું હોવાથી કિલો ચાંદી એક લાખ તો આગામી વર્ષે પાર થઈ શકે છે, એમ વેપારીએ જણાવ્યું હતું.
