February 4, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ભડકો: કેમ રોકાતી નથી તેજી?

Spread the love

ટ્રમ્પની નીતિઓ અને ગ્રીનલેન્ડ વિવાદને કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા, સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો.

ચાંદીના ભાવ અનિયંત્રિત બની ગયા છે. જાણે રસ્તે ચાલતી મોટરકારની બ્રેક ફેઈલ થઈ હોય. રોજેરોજ અવનવા રેકોર્ડ બ્રેક કરે છે. વેપારીઓના જીવ તાળવે છે, જ્યારે સામાન્ય માણસ માટે હવે સોનું ચાંદી સપનું બની જશે એવી પણ લોકોમાં દહેશત છે. આ વર્ષની શરુાતમાં ત્રણ લાખ રુપિયાનો ભાવ પણ જોવા મળ્યો છે, જ્યારે વીતેલા એક અઠવાડિયામાં સોનાના ભાવ 59,000 રુપિયાનો વધારો જોવા મળ્યો હતો, પરંતુ રોજે રોજની ભવિષ્યવાણી તો વેપારીઓને ડરાવી રહી છે, જાણીએ કયું ફેક્ટર જવાબદાર છે કે બ્રેક લાગતી નથી.

19મી જાન્યુઆરીના માર્કેટમાં સોનાના ભાવે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા, જે ત્રણ લાખ પાર થયા હતા. સોનાના ભાવ પણ 10 ગ્રામદીઠ 1.48 લાખ રુપિયાએ પહોંચીને નવી સપાટીએ રહ્યા છે. ચાંદીના ભાવમાં તો રીતસર આગ જ લાગી છે, જે એક વર્ષમાં ચાંદીના ભાવમાં એક લાખ રુપિયાનો વધારો થયો છે, વિચારો એક વર્ષ પહેલા જેને ચાંદી બે લાખમાં લીધું હશે તેને કેટલો પ્રોફિટ મળ્યો હશે. સપ્તાહના પહેલા દિવસે ચાંદીના ભાવ કિલોગ્રામે ત્રણ લાખ રુપિયાના ભાવે રહ્યા હતા.

ગઈકાલે પણ સોનાચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પાર કરી
છેલ્લા દસ દિવસનો અંદાજ લગાવી તો નવમી જાન્યુઆરીના 2.50 લાખ રુપિયાનો ભાવ નોંધાયો હતો, જે રોજના ભાવમાં 10,000થી 15,000 રુપિાયાનો ઉછાળો જોવા મળે છે. 16મી જાન્યુઆરીના ભાવમાં 10,000 વધીને 3,02 લાખ રુપિયાની સપાટીએ રહ્યા હતા. ચાંદીના ભાવમાં એક અઠવાડિયામાં પૂરા 59,000 રુપિાયનો વધારો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે ફક્ત એક અઠવાડિયાના ટ્રેડિંગ દિવસોમાં સોનાના ભાવમાં સરેરાશ 60,000 રુપિયાનો ઉછાળો જોવા મલ્યો છે, જે સર્વોચ્ચ આંકડા છે. મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ કિલોગ્રામે 3.23 લાખ રુપિયા રહ્યા હતા, જ્યારે સોનું પણ 10 ગ્રામે 1.50 લાખ રુપિયા બોલાયા હતા, જેના ભાવ ઐતિહાસિક સપાટીએ રહ્યા હતા.

ટ્રમ્પ ટેરિફનો ઉપયોગ શસ્ત્ર બનાવીને કરી રહ્યા છે, જે અસ્થરિતા માટે જવાબદાર
મંગળવારે પણ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. સ્થાનિક માર્કેટમાં સોનાચાંદીની ડિમાન્ડમાં નિરંતર વધારો તો થયા કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફેક્ટરથી પરેશાની વધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વેનેઝુએલા પછી ગ્રીનલેન્ડ જોઈએ, જે રશિયા અને ચીનનું નામ આપીને યુરોપિયન યુનિયન સામે પણ દુશ્મની વહોરી લેવા તૈયાર છે. ગ્રીનલેન્ડ મુદ્દે વધતા તણાવને કારણે સોનાચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ 94.740 અમેરિકન ડોલરે જોવા મળ્યા હતા, જ્યારે સોનાના ભાવ પણ ઔંસદીઠ 4,670 ડોલરે રહ્યા હતા. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલેન્ડ, ફિનલેન્ડ પર દસ ટકાનો ટેરિફ ઝીંક્યો છે, જે શસ્ત્ર બનાવીને ઉપયોગ કરે છે.

ટ્રમ્પની નીતિઓને કારણે ગ્લોબલ ઈકોનોમીમાં સુનામી આવી
વધતી વૈશ્વિક અસ્થિરતાને કારણે દુનિયાભરના દેશો પણ સોનાચાંદીમાં સેફ હેવન તરીકે રોકાણ વધારી રહ્યા છે, જેથી સામાન્ય માણસ માટે સોનાચાંદીમાં રોકાણથી વંચિત બન્યા છે. ટ્રમ્પની નીતિઓને કારણે ગ્લોબલ ઈકોનોમીમાં સુનામી આવી રહી છે. ફેડરલ રિઝર્વ પણ ટ્રમ્પના વધતા દબાણને કારણે સોનાચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે. ટેરિફ અને ટ્રેડવોરની શંકાને કારણે સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!