February 4, 2026
ટોપ ન્યુઝ

કેવિન વોર્શની એન્ટ્રીથી સોના-ચાંદીમાં મોટો કડાકો: જાણો કારણો

Spread the love


ફેડરલ રિઝર્વના નવા ચીફ તરીકે વોર્શનું નામ આવતા જ બુલિયન માર્કેટમાં $4 ટ્રિલિયનનું ધોવાણ.


ગોલ્ડ અને સિલ્વર માર્કેટ કેપિટલાઈઝેશન યાને માર્કેટ કેપ લગભગ ચાર લાખ કરોડ ડોલર એટલે ભારતની જીડીપી જેટલો ઘટાડો નોંધાયો છે. આજે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતમાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સૌથી મોટો ઘટાડો બુલિયન માર્કેટમાં નોંધાયો છે. સોનાચાંદી માર્કેટમાં નોંધાયેલા કડાકા માટે કેવિન વોર્શનું નામ પણ બોલાઈ રહ્યું છે. કોણ છે કેવિન વોર્શ એવો સવાલ થયો હોય તો વાત કરીએ.

મનમાં થયું હોય કે કોણ છે કેવિન વોર્શ અને શા માટે સોનાચાંદી માર્કેટમાં કડાકો બોલાયો છે. અમેરિકાના આગામી ફેડરલ રિઝર્વના પ્રમુખને લઈ અનેક પ્રકારની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે સોનાચાંદી, સ્ટોરમાર્કેટ સહિત અનય્ માર્કેટમાં ઉથલપાથલ થઈ રહી છે. પૂર્વ ફેડરલ રિઝર્વ ચેરમેન કેવિન વોર્નું નામ આગળ થવાથી સોનાચાંદીમાં જોરદાર વેચવાલી થઈ છે. એવું પણ કહેવાય છે કે જો કેવિન વોર્શને જો ફેડરલ રિઝર્વના ચેરમેન બનાવ્યા તો અમેરિકામાં નાણાકીય નીતિ વધુ કડક બની શકે છે, જેની અસર સોનાચાંદી માર્કેટ પર થઈ શકે છે.

આજકાલમાં ફેડરલ રિઝર્વના ચેરમેનનું નામ જાહેર કરી શકાય છે. એના કારણે માર્કેટમાં પ્રતિક્રિયા મળી રહી છે. વોર્શને નીતિગત પોલિસી માટે હોકિશ માનવામાં આવે છે અને લાંબા સમયથી તેમની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. અમુક સંજોગોમાં આકરી નીતિને કારણે વિવેચકોની ટીકાના પણ ભોગ બન્યા હતા.

વોર્શની સંભવિત નિમણૂકને લઈ એશિયાઈ માર્કેટમાં ખાસ સોનાચાંદીના માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે. ગોલ્ડ ફ્યુચર લગભગ સાત ટકાનું ધોવાણ થયું હતું, જ્યારે ચાંદીમાં પંદર ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે વોર્શને લઈ અફવાને કારણે સોનાચાંદી માર્કેટમાં દબાણ આવ્યું હતું, કારણ કે માર્કેટ ખાસ કરીને વધુ પડતા આકરા નિર્ણયથી ડરેલું છે. ચાહે એમાં વૈશ્વિક માર્કેટ હોય કે પછી એશિયાઈ.

બુલિયન માર્કેટમાં કડાકા માટે ખાસ તો અમેરિકન ડોલરમાં જોવા મળતી મજબૂતાઈ જવાબદાર છે. યુએસ ડોલર ઈન્ડેક્સમાં જોવા મળતા ઉછાળાને કારણે ગોલ્ડ અને સિલ્વરની ચમક ઝાંખી પડી છે. સામાન્ય રીતે ડોલરની મજબૂતાઈને કારણે કીમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળે છે, કારણ કે નોન-અમેરિકન રોકાણકારો માટે મોંઘું થાય છે. વોર્શના હોકિશ વલણની અપેક્ષાને કારણે ડોલર પણ વધુ મજબૂત થયો છે. ગોલ્ડ સિલ્વર જ નહીં, પરંતુ ક્રિપ્ટો કરન્સી પર પણ અસર જોવ મલી છે. બિટકોઈન અને કિપ્ટો માટે નેગેટિવ મનાય છે.

સ્થાનિક માર્કેટની વાત કરીએ તો રવિવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,60,710 છે. આજે અમદાવાદમાં સોનાના ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી રહી છે. અમદાવાદમાં રવિવારે સોનાનો ભાવ ચેક કરવો મહત્વપૂર્ણ છે, જે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રતિ 10 ગ્રામ ₹1,60,710 હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!