2026માં સોનાના ભાવમાં અફડાતફડી વચ્ચે ઐતિહાસિક સપાટી પાર કરશે?
વૈશ્વિક અસ્થિરતા અને સેન્ટ્રલ બેંકોની ખરીદી: શું સોનું નવા ઐતિહાસિક રેકોર્ડ તોડશે?

2026માં સોના ભાવ ઘટશે નહીં, પણ વધારો થશે, કારણ કે વૈશ્વિક અસ્થિરતા, કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને રોકાણકારો માટે સોનું સેફ હેવન બન્યું છે. સોનાના પક્ષમાં સૂર્ય છે, તેથી જ્યોતિષીય ભવિષ્યવાણી અનુસાર સોનાને શુભ માનવામાં આવ્યું છે, જેથી શક્ય છે કે સોનાના ભાવ પણ નવા રેકોર્ડ બનાવી શકે છે. વૈશ્વિક અસ્થિરતા, મોંઘવારી, વૈશ્વિક રાજકીય સંકટ (રશિયા-યુક્રેન યુદ્ધ મિડલ ઈસ્ટમાં તણાવ), અમેરિકન ડોલરની નબળાઈ તથા ચીન દ્વારા સોનાની ખરીદીમાં વધારો થયો છે. વીતેલા 2025માં સોનાના ભાવમાં 1979 પછી સૌથી મોટો ઉછાળો રહ્યો છે, જે વાસ્તવમાં વૈશ્વિક અસ્થિરતા અને રોકાણકારોમાં ડરનો પણ નિર્દેશ કરે છે.
સોનાના ભાવમાં ઐતિહાસિક ઉતાર-ચઢાવનું કારણ
1970-1980, 1979-80માં અમેરિકન ઊર્જા સંકટ અને મોંઘવારીને કારણે સોનાા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, જે લગભગ 46 વર્ષના રેકોર્ડ સ્તરે રહ્યા હતા. આ ભાવમાં ઉછાળો લગભગ 46 વર્ષના સ્તરના રેકોર્ડે પહોંચ્યો હતો, જે 2025માં આ નવો રેકોર્ડ પણ તૂટ્યો નથી.
1947માં ભારતમાં આઝાદી પછી શરુઆતમાં આયાત પર પ્રતિબંધો અને આર્થિક નીતિઓને કારણે સોનાના ભાવમાં ધીમે ધીમે ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, 2002માં 2009થી 2016 વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં બેવડો ઉછાળો જોવા મળ્યો હતો, જેના માટે વૈશ્વિક પરિબળોની સાથે મોંઘવારી અને નબળા રુપિયાનું કારણ હતું.
2020માં કોરોના મહામારીઃ કોવિડ-19 વખતે પણ વૈશ્વિક અસ્થિરતા, નીચા વ્યાજદરોને કારણે સોનાના ભાવ દસગ્રામદીઠ 56,200 રુપિયાનો ભાવ હતો, જે એ સમયે રેકોર્ડ બ્રેક ઉછાળો હતો. એના પછી પણ સોનાના ભાવને કોઈ રોકી શક્યું નથી.
2024-25માં વૈશ્વિક અસ્થિરતાનું નિર્માણ થયું, જેમાં ટેરિફ અને અમેરિક નીતિને કારણે વધુ અસ્થિરતા ઊભી થઈ હતી. હવે વેનેઝુએલાના સંકટ પછી ઈરાનમાં અસ્થિરતા ઊભી કરવામાં આવી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ સહિત અન્ય કેન્દ્રીય બેંકો પણ નિરંતર સોનાની ખરીદી કરી રહી છે, જેનાથી માગમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીના ડરને કારણે સોનાને હેજ (હેજિંગ) રીતે લોકપ્રિય બનાવ્યુ છે. વૈશ્વિક એજન્સી પણ માને છે કે 2026ના અંત સુધીમાં સોનાના ભાવ 10 ગ્રામે 1.56 લાખથી 1.58 લાખ પાર કરી શકે છે. એટલું જ નહીં, અઢી લાખથી ત્રણ લાખ યાને પંદરથી 30 ટકા વધારો થઈ શકે છે, જેમાં શક્ય છે કે કરેક્શન પણ આવી શકે છે, તેથી રોકાણકારોએ પણ સાવચેતીથી રોકાણ કરવું જોઈએ.
(લેખિકાઃ હ્રીં ચિંતના શ્રીજી)
