છ વર્ષમાં 200 ટકા વધ્યું સોનું: હજુ પણ કમાણીનો છે ‘ગોલ્ડન’ ચાન્સ?
10 ગ્રામ સોનાના ભાવ 32,000 રુપિયાથી 97,800 સુધી ભાવ પહોંચ્યા, ભવિષ્યમાં 125 ટકા સુધી વળતર મળવાની શક્યતા

કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સૌથી વધુ ઈન્વેસ્ટ થાય છે અને કમાણી પણ થાય છે. આ વર્ષે એમસીએક્સ પર સોનાના રોકાણકારોએ 30 ટકાથી વધુ વળતર આપ્યું છે, જ્યારે ચાંદીના ભાવમાં 35 ટકા ઉછાળો રહ્યો હતો. સોનાચાંદીની તુલનામાં નિફટી ઈન્ડેક્સ 4.65 ટકા અને મુંબઈ સ્ટોક એક્સચેન્જ આશરે 3.75 ટકાનું રિટર્ન આપ્યું છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાં સુપરસ્ટાર રિલાયન્સ શેરે 14 ટકાનું વળતર આપ્યું છે, જ્યારે એચડીએફસીએ 12.50 ટકાથી ઉપર રહ્યો છે. ટૂંકાગાળામાં સોનાચાંદીએ બજારમાં બાજી મારી છે. છેલ્લા છ વર્ષમાં એમસીએક્સ પર સોનાના ભાવ 32,000 (10 ગ્રામદીઠ) રુપિયાથી વદીને 97,800 રુપિયાએ પહોંચ્યા છે, જેમાં 200 ટકાનો વધારો થયો છે.
મંદીમાં 40 ને તેજીમાં 125 ટકાનું રિટર્ન આપશે
સોનામાં સુરક્ષિત અને મજબૂત વળતરની વાત કરીએ તો નિષ્ણાતો પણ કહે છે કે ભવિષ્યમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળે તો નવાઈ નહીં. આગામી વર્ષોમાં ગોલ્ડ ટોપ રિસ્કી એસેટ્સમાં સમાવેશ થશે. મંદી પણ આવે તો આગામી પાંચ વર્ષમાં સોનામાં 40-50 ટકા રિટર્ન આપી શકે છે, જ્યારે તેજી જોવા મળી તો 125 ટકા સુધી વળતર આપશે.
સોનાની ડિમાન્ડમાં શા માટે થાય છે વધારો?
ભારતમાં સોનાનું રોકાણ ભાવનાત્મક અને રોકાણ માટે આર્થિક પણ મહત્ત્વ છે. દુનિયાભરની કેન્દ્રીય બેંકો માટે પણ સ્ટ્રેટેજિક એસેટ્સ બની ગયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી જ્યારે રશિયાએ વિદેશી નાણાકીય ભંડોળને ફ્રીજ કર્યું ત્યારે આ ટ્રેન્ડમાં તેજી જોવા મળી છે. વધતા જિયોપોલિટકલ તણાવ અને ટ્રેડ વોરને કારણે ગ્લોબલ સેન્ટ્રલ બેંકો પણ ગોલ્ડને સેફ હેવન એસેટ માનીને ખરીદી રહ્યું છે, તેથી સોનાના ભાવમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. બીજી વાત અમેરિકન ડોલરની વિશ્વસનીયતા પણ જવાબદાર છે. હવે અનેક સેન્ટ્રલ બેંક પોતાની રિઝર્વમાં ડોલરની જગ્યાએ સોનામાં પ્રાથમિકતા આપે છે. અન્ય કારણમાં અમેરિકાના વધતા દેવાને કારણે ડોલરની સ્થિરતા પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
છેલ્લા છ વર્ષમાં સોનાએ કેટલું રોકાણ આપ્યું?
છેલ્લા છ વર્ષમાં સોનાએ લગભગ 200 ટકાનું વળતર આપ્યું છે. જૂન 2019માં સોનાએ 34,200 રુપિયા ભાવ હતો, જે 2025માં 97,800 રુપિયાએ પહોંચ્યો છે. એના માટે કોવિડ મહામારી, નબળી નાણાકીય નીતિઓ, જિયોપોલિટિકલ તનાવ અને ફાઈનાન્શિયલ માર્કેટની અનિશ્ચિતતાના કારણો જવાબદાર છે. મહામારી વખતે અર્થતંત્રમાં પૈસા નાખવામાં આવ્યા, વ્યાજદર ઘટાડવામાં આવ્યા, જેનાથી મોંઘવારી અને કરન્સીની વેલ્યુ ઘટવા લાગી, પરિણામે અસલી વ્યાજદર નેગેટિવ થઈ ગયા અને સોનામાં રોકાણ કરનારાને પણ ફાયદો થયો. સરકારે અનેક સ્ટિમ્યુલસ પેકેજ આપ્યા છે, જેનાથી બજારમાં નાણાકીય ભંડોળ વધ્યું અને સોનામાં સુરક્ષિત રોકાણનો કન્સેપ્ટ પણ વધ્યો.
સોનું ખરીદવાનો બેસ્ટ ટાઈમ અને ક્યાં અટકશે?
સોનું ખરીદવા માટે કોઈ સમય હોતો નથી. ભારતમાં તો વાર-તહેવારે સોનું ખરીદવાની પરંપરા રહી છે, તેમાંય વળી બર્થડે હોય કે એનિવર્સરીમાં ખરીદવામાં આવે છે, તેથી સોનું ખરીદવા માટે ક્યારેક તિથિ જોવામાં આવતી નથી. સોનાના વધતા ભાવને લઈ નિષ્ણાતો કહે છે આગામી વર્ષોમાં સોનાના ભાવ પાંચ વર્ષમાં 1,35,000થી લઈને 1,40,000 સુધી પહોંચી શકે છે. ડોલરની મજબૂતાઈ અને અન્ય ફેક્ટરને લઈ શોર્ટ ટમમાં ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે. આગામી પાંચ વર્ષમાં 75,000 રુપિયાની આસપાસ પણ પહોંચી શકે પણ એનાથી વધુ ઘટી શકશે નહીં. તેજી રહી તો 10 ગ્રામ સોનાના ભાવ વધીને 2.25 લાખે પહોંચી શકે છે.
