February 4, 2026
વાંચન વૈવિધ્યમ

હેં, તમારા ફોનમાં કેટલું સોનું વપરાયું છે જાણો છો? પ્રમાણ જાણીને ચોંકી ઉઠશો!

Spread the love

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ તે કિંમતી ધાતુઓની એક ‘ચલતી-ફરતી ખાણ’ પણ છે. ચોંકી ઉઠ્યા ને? આ હકીકત છે અને આજે આ સ્ટોરીમાં આપણે આ વિશે જ વાત કરવાના છીએ. 29મી જાન્યુઆરી 2026ના રોજ સોનાનો ભાવ 1.78 લાખ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીના ભાવ રૂપિયા ચાર લાખ પ્રતિ કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યા હતા, જ્યારે ગઈકાલે તોતિંગ ઘટાડો પણ થયો હતો, ત્યારે તમારા જૂના પડી રહેલા મોબાઈલ ફોનની કિંમત પણ ટેકનિકલ દૃષ્ટિએ વધી ગઈ છે.

તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે અને એકાદ સેકન્ડ માટે તમે એવું પણ વિચારશો કે મોબાઈલ ફોન અને સોનાનું શું કામ હોઈ શકે? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ હકીકત છે. તમે જે સ્માર્ટફોન વાપરો છો તેની અંદર વાસ્તવિક સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. સોનાના વધતા ભાવ વચ્ચે આ ધાતુઓનું મૂલ્ય હવે પહેલાં કરતાં અનેક ઘણું વધારે છે.

એક સ્માર્ટફોનમાં કેટલું સોનું હોય છે?
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો દરેક સ્માર્ટફોનમાં ચોક્કસ માત્રામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. તે માત્ર મોંઘા આઈફોન પૂરતું મર્યાદિત નથી, પણ બજેટ ફોનમાં પણ હોય છે. ફોનમાં સોનાનું સરેરાશ પ્રમાણ 0.034 ગ્રામ જેટલું હોય છે અને એનું મૂલ્ય અંદાજિત રૂપિયા 600થી રૂપિયા 650ની આસપાસ હોઈ શકે છે.

અન્ય કિંમતી ધાતુઓનું લિસ્ટ
સોના ઉપરાંત સ્માર્ટફોનમાં અન્ય અનેક મોંઘી ધાતુઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ તમામ ધાતુઓ ફોનના પ્રોસેસિંગમાં મદદરૂપ થાય છે. ચાલો જોઈએ તમારા ફોનમાં સોના સિવાય બીજી કઈ કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે અને આજની તારીખમાં એનું મૂલ્ય કેટલું છે-
ચાંદી: 0.34 ગ્રામ (આજની કિંમત આશરે 135 કરોડ રૂપિયા)
પેલેડિયમ: 0.015 ગ્રામ
પ્લેટિનમ: ખૂબ જ ઓછા પ્રમાણમાં કુલ મળીને એક બંધ ફોનમાં રહેલી ધાતુઓનું મૂલ્ય રૂપિયા 850થી 900 રૂપિયાની વચ્ચે હોય છે

વાત કરીએ મોબાઈલ ફોનમાં સોનાના ઉપયોગ પાછળના કારણની તો મોબાઈલમાં સોનાનો ઉપયોગ લક્ઝરી માટે નહીં, પણ તેની ટેકનિકલ ખાસિયતોને કારણે થાય છે. સોનું એ વીજળીનું ઉત્તમ વાહક છે. સોનાને ક્યારેય કાટ લાગતો નથી, જેના કારણે મધરબોર્ડ, માઇક્રોચિપ્સ અને કેમેરા સેન્સર લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે છે કે પૃથ્વીના પેટાળમાંથી સોનું ખોદવા કરતા જૂના મોબાઈલમાંથી સોનું મેળવવું વધુ સરળ અને સસ્તુ છે. ખાણમાંથી એક ટન પથ્થર કાઢતા માંડ પાંચ ગ્રામ સોનું મળે છે, જ્યારે એક ટન ઈ-વેસ્ટ એટલે કે જૂના મોબાઈલમાંથી 300 ગ્રામ કે એનાથી વધુ સોનું મળી શકે છે. આ કારણે જ જાપાન અને યુરોપના દેશોમાં ઈ-વેસ્ટ રિસાયક્લિંગ હવે એક મોટો ઉદ્યોગ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!