દુનિયામાં ઈન્ડિયન બ્રાન્ડની વ્હિસ્કીએ ‘નામ’ કમાવ્યું, કઈ રીતે?
ભારતમાં દારુ-વ્હિસ્કી પીનારાનો કોઈ તોટો નથી. ભારતના અમુક રાજ્યોમાં તો દારુ-વ્હિસ્કી પીવાનો પણ પ્રતિબંધ છે. અમુક લોકો તો ઈમ્પોર્ટેડ બ્રાન્ડની વ્હિસ્કી પીતા હોય છે. ભારતમાં દારુના માફક વ્હિસ્કી પીવાનું પણ પ્રમાણ વધારે હોય છે, જ્યારે ઉત્પાદન પણ વધારે થાય છે. હવે દુનિયામાં ભારતીય બ્રાન્ડની વ્હિસ્કી ડંકો વગાડ્યો છે. એટલે ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકાના લાસ વેગાસ, જર્મની, લંડન, સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. ભારત જ નહીં, દુનિયાની લોકપ્રિય હિસ્કીમાં રામપુર, મેકડોવેલ્સ, ઓફિસર્સ ચોઈસ, જીન જીજી, જેસલમેર ઈન્ડિયન ક્રાફ્ટ જીન, હાપુસા હિમાલયન ડ્રાઈ જીન, ઓલ્ડ મોન્ક, ગોવાની ફેનીનો સમાવેશ થાય છે, પરંતુ આ બધા નવી બ્રાન્ડનો ઉમેરો થયો છે અને લોકોની પસંદગી પણ બની રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્દ્રી સિવાય સિંગલ મોલ્ટસનો પણ સમાવેશ થાય છે, જે બ્રાન્ડની સાથે દેવાંસ જ્ઞાનચંદ આડમ્બરા અને મંષા સિવાય પોલ જોન, ગોડાવનનું નામ લેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ડિયન સિંગલ મોલ્ટનું માર્કેટ ભારતમાં સૌથી વધુ વધ્યું છે, જેનું મુખ્ય કારણ ક્વોલિટી સાથે કોસ્ટનું પણ મૂલ્ય છે. ભારતમાં તો નામ કમાવવાની સાથે હવે વિદેશમાં ડંકો વગાડ્યો છે કારણ શું એની વાત કરીએ.
ભારતીય બ્રાન્ડની દેવાંસ જ્ઞાનચંદ આડમ્બરા અને મંષાઃ આડમ્બરાને લાસ વેગાસના આઈડબલ્યુસીમાં બેસ્ટ ઈન્ડિયન સિંગલ મોલ્ટ અને બેસ્ટ ઈન્ડિયન વ્હિસ્કીનો એવોર્ડ મળ્યો હતો. બીજી બાજુ મંષાને જર્મનીના આઈએસડબલ્યુમાં ઈન્ટરનેશલ વ્હિસ્કી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. ઈન્દ્રી ત્રિણીને દમદાર સ્કોચ-સ્ટ્રેન્થ વ્હિસ્કી, જેને માયામી ગ્લોબલ સ્પિરિટ એવોર્ડ્સ 2025માં બેસ્ટ વર્લ્ડ વ્હિસ્કી અને ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ ચેલેન્જમાં ગોલ્ડ મળ્યો.
અન્ય બીજી બે જાણીતી બ્રાન્ડની વાત કરીએ તો પોલ જોનને ધ ગ્રેટ ઈન્ડિયન સિંગલ મોલ્ટ કહે છે, જેને બેસ્ટ ઈન્ડિયન સિંગલ મોલ્ટ, બેસ્ટ એશિયન વ્હિસ્કી અને સેન ફ્રાન્સિસ્કો વર્લ્ડ સ્પિરિટ્સ કોમ્પિટિશનમાં ડબલ ગોલ્ડનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત, સૌથી વધુ એવોર્ડથી સન્માનિત ગોડાવનને લંડન સ્પિરિટ્સ કોમ્પિટિશન 2024ના સિંગલ મોલ્ટ વ્હિસ્કી ઓફ ધ યરનો સમાવેશ થાય છે.
વૈશ્વિકસ્તરે ભારતનું આલ્કોહલ ઈન્ડસ્ટ્રી માર્કેટની ડિમાન્ડ 2025માં 200 અમેરિકન ડોલરનું અનુમાન હતું, જે 7.2 ટકા CAGRથી 2025થી 2025 સુધી 300 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા છે. 2020થી 2025 સુધીનું માર્કેટ 6.8 ટકા CAGRથી વધ્યું છે. બદલાતી જીવનશૈલી અને ડેમોગ્રાફીને કારણે ભારતમાં લીકર ઈન્ડસ્ટ્રી પર પણ અસર થઈ છે. યુવાનોમાં મહિલાઓ પણ લીકર પીવાનું પ્રમાણ વધ્યું છે. વર્કફોર્સમાં મહિલાઓના સામેલ થવાથી લઈને આર્થિક રુપે સ્વતંત્ર થવાને કારણે મહિલાઓમાં દારુ પીવાનું પ્રમાણ વધ્યું છે.
