February 11, 2026
ટોપ ન્યુઝમુંબઈ

ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના: મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી કરી ભાવેશ ભિડેની ધરપકડ

Spread the love

મુંબઈ: મુંબઈના ઘાટકોપર ખાતે હોર્ડિંગ પડી જવાને કારણે સર્જાયેલી દુર્ઘટના પ્રકરણે મુંબઈ પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસે હોર્ડિંગ લગાડનાર જાહેરાત કંપનીના માલિકની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપીને મુંબઈ લાવવાની તૈયારી કરાઈ રહી છે.

સોમવારે મુંબઈમાં જોરદાર પવન સાથે પડેલા વરસાદે શહેરમાં અનેક જગ્યાએ તારાજી સર્જી હતી પરંતુ ઘાટકોપર ઈસ્ટમાં છેડા નગર પેટ્રોલ પંપ નજીક લગાવવામાં આવેલું ગેરકાયદે વિશાળકાય હોર્ડિંગ તૂટી પડતા 16 જણનો ભોગ લેવાયો હતો. આ ઘટનામાં મુંબઈ પોલીસ દ્વારા ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના માલિક ભાવેશ ભિડે (Advertisement Agency Owner Bhavesh Bhide)ની સામે સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.

હવે આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ત્રણ દિવસ બાદ આખરે પોલીસે ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ધરપકડ કરી હતી.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈ પોલીસે ભાવેશને શોધવા માટે નવ અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. ઘટના બાદથી જ ભાવેશ તેના પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો અને તેનો ફોન પણ સ્વીચ્ડ ઓફ આવતો હતો પણ જ્યારે તેના ફોનની લાસ્ટ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યો ત્યારે તેનું લોકેશન લોનાવાલા હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન મુંબઈ પોલીસને હવે આ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી આ ભાવેશની ધરપકડ કરી છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભાવેશ સામે ઓલરેડી 26 ગુના નોંધાયેલા છે અને તેમ છતાં તે કઈ રીતે આટલી સફાઈથી કામ કરતો હતો એ જોવાની અને વિચારવાની વાત છે. ઘાટકોપર હોર્ડિંગ પડવાની દુર્ઘટનામાં 16 જણનાં મોત સાથે 60થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!