LICની આ સ્કીમમાં પૈસા રોકીને મેળવો દર મહિને પેન્શન, જાણો આખી સ્કીમ…
આપણામાંથી ઘણા લોકો પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા અને રિટાયરમેન્ટ પ્લાન માટે વિવિધ સરકારી કે પ્રાઈવેટ સ્કીમમાં પૈસા રોકતા હોય છે, સેવિંગ સ્કીમ, એસઆઈપી કે પછી પોસ્ટની કોઈ સ્કીમમાં પૈસા રોકતા હોય છે અને આવું કરવા પાછળની ગણતરી ખૂબ જ સરળ હોય છે. એક ઉંમર પછી રિટાયરમેન્ટ બાદ દર મહિને એક ચોક્ક્સ રકમ પેન્શન તરીકે મળતી રહે અને જીવનની ગાડી સરસ રીતે મસ્તીમાં ચાલતી રહે.
આજે અમે અહીં તમારા માટે એક આવી જ ધાસ્સુ સ્કીમ લઈને આવ્યા છીએ. આ સ્કીમ છે LICની જેના વિશે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમમાં રોકાણ કરીને તમને દર મહિને એક ચોક્ક્સ રકમ પેન્શન તરીકે મળતી રહેશે. ચાલો જાણીએ શું છે LICની આ નવી યોજના…
LICની આ યોજનાનું નામ સરલ પેન્શન પ્લાન (Saral Pension Plan) છે અને આ યોજનામાં પૈસા રોકીને તમે તમારું રિટાયરમેન્ટ ખૂબ જ સારી રીતે અને એકદમ સરળતાથી પ્લાન કરી શકશો.
સૌથી પહેલા તો વાત કરીએ કે આ પ્લાનમાં કોણ કોણ રોકાણ કરી શકે એની તો LICના આ સરલ પેન્શન પ્લેનમાં 40થી 80 વર્ષની વચ્ચેના વયના લોકો આ સ્કીમમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ એક નોન લિકન્ડ, સિંગલ પ્રીમિયમ અને વ્યક્તિગત તત્કાલ પ્લાન છે. આ પ્લાન તમે એકલા કે તમારા પાર્ટનર સાથે જોઈન્ટલી લઈ શકો છો.
આ સિવાય આ પ્લાનમાં તમારે એક જ વખત રોકાણ કરવાનું રહેશે અને ત્યાર બાદ તમને પેન્શન મળવાની શરૂઆત થાય છે. જો તમે પણ તમારું રિટાયરમેન્ટ બહુ સ્માર્ટલી અને સારી રીતે પ્લાન કરવા માંગો છો તો આજે જ LICના આ સરલ પેન્શન પ્લાનમાં ઈન્વેસ્ટ કરી શકો છો અને પેન્શન મેળવી શકો છો, તો ચાલો રાહ કોની જુઓ છો? આજે જ પ્લાન કરી લો તમારું રિટાયરમેન્ટ…
