July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં જીબીએસના સંક્રમણમાં વધારો, કૂલ કેસની સંખ્યા 160ને પાર

Spread the love

પુણેઃ મહારાષ્ટ્રમાં નવી જીબીએસ નામની બીમારીના સંક્રમણ વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં એક પછી એક કેસમાં વધારાની સાથે મૃતકના કેસમાં પણ વધારો થયો છે, તેનાથી સરકારી પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલના માહોલ વચ્ચે આરોગ્ય ક્ષેત્રે ચિંતા ઉપજાવનારા સમાચાર મળ્યા છે. પુણેમાં સંક્રમણ વધ્યું તેની સાથે રાજ્યમાં કૂલ કેસની સંખ્યા વધીને 160ને પાર થઈ છે. ગિલિયન બેરે સિન્ડ્રોમ (જીબીએસ)ના કેસની સંખ્યા વધીને 163 થઈ છે, એમ આરોગ્ય વિભાગે માહિતી આપી છે.

આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે જીબીએસ સિન્ડ્રોને કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. સોમવારે કોઈ માહિતી મળી નહોતી. જોકે, અત્યાર સુધીમાં જીબીએસના કેસની સંખ્યા 127 છે, જ્યારે કૂલ મળીને 163 શંકાસ્પદ કેસ છે, જેમાં સૌથી વધુ પુણે, પુણે નગરપાલિકાની હદમાં 86, પિંપરી ચિંચવડમાં 18, પુણે ગ્રામીણમાંથી 19 સહિત અન્ય જિલ્લાના આઠ કેસ મળ્યા છે.

રાજ્યમાં જીબીએસના નવા પાંચ કેસ મળ્યા છે. 163 દર્દીમાંથી 47 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 47 જણને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને 21 જણ વેન્ટિલેટર પર રાખ્યા છે. પુણે શહેરના વિભિન્ વિસ્તારમાંથી કૂલ 168 જગ્યાથી પાણીના નમૂના મેળવવામાં આવ્યા હતા, જેમાંથી આઠ જગ્યાના જળસ્ત્રોતના પાણીના નમૂના દૂષિત મળ્યા હતા.

અહીં એ જણાવવાનું કે રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યું છે, જેમાં ખાસ કરીને દર્દીઓને શરીરમાં નબળાઈ સહિત શ્વાસ લેવામાં તકલીફ, હાથ-પગમાં સોજો આવવાનું પ્રમાણ વધારે રહે છે. જીબીએસમાં શરૂઆતમાં અશક્તિ થાય છે. દર્દીને ચાલવામાં તકલીફ થાય છે. બાદમાં એક મહિનામાં અશક્તિ વધે છે. અને હાથ કે પગમાં કે બંનેમાં લકવો મારી જાય છે. ખાવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ પણ તેનાં લક્ષણો હોઈ શકે છે. ચેપ બાદ જીબીએસ થતા નર્વસ સિસ્ટમને અસર થાય છે. ઇમ્યૂન સિસ્ટમને પણ અસર પહોંચેલી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!