આજે ગણેશ વિસર્જન: જાણો આવતા વર્ષે ક્યારે છે ગણેશ ચતુર્થી અને પૂજાનો શુભ સમય
દેશભરમાં ‘અગલે બરસ તૂ જલદી આના’ના નાદ સાથે ગણેશજીની વિદાય. આ લેખમાં જાણો આવતા વર્ષે એટલે કે 2026માં ગણેશ ચતુર્થી કઈ તારીખે છે અને ગણપતિ સ્થાપનાનું મુહૂર્ત કયું છે
આજે છઠ્ઠી સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન. મુંબઈ સહિત મહારાષ્ટ્ર-ગુજરાત સાથે દેશભરમાં ગણપતિ બાપ્પાની વિદાય કરવામાં આવશે. બાપ્પાના વાજતે ગાજતે લઈ આવ્યા પછી આજે બાપ્પાની ધામધૂમથી વિદાય કરવામાં આવશે. અગલે બરસ તૂ જલદી આના નાદથી બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. શિવજી, વિષ્ણુજી, દુર્ગાજી, સૂર્યદેવની સાથે સાથે હિન્દુ ધર્મમાં પાંચ મુખ્ય દેવની પૂજા કરવાનું મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીને વિદ્યા-બુદ્ધિના પ્રદાતા, વિઘ્ન વિનાશક, મંગલકારી રક્ષાકારક, સિદ્ધિદાયક, સમૃદ્ધિ અને શક્તિસમાન છે. તેમની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
ગણેશજીના સ્થાપન પછી અનંત ચતુર્દશી સુધીના દસ દિવસ ભક્તો માટે ખાસ હોય છે. દર વર્ષે ગણેશભક્તોને ગણેશ ચતુર્થીની પણ ઈંતજારી રહે છે ત્યારે જાણો આગામી વર્ષે ક્યારે આવશે ગણેશ ચતુર્થી. 2026માં ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરના મનાવવામાં આવશે. ગણેશ ચતુર્થીના માફક ગણેશ વિસર્જનનું વિશેષ મહત્ત્વ હોય છે. ગણેશ ચતુર્થીની તિથિમાં ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બર 2026ના સવારે 7.06 વાગ્યે શરુ થશે, જ્યારે પંદર સપ્ટેમ્બરના સવારના 7.44 વાગ્યાના સુમારે સમાપન થશે.
ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બર 2026ના સવારે 7.06 વાગ્યાથી બીજા દસ દિવસ રહેશે. ગણેશ ચતુર્થીના ગણેશ પૂજાનું મુહૂર્ત સવારના 11.02 વાગ્યાથી બપોરના 1.031 વાગ્યા સુધી રહેશે. પૂજાનો સમય બે કલાક 28 મિનિટ્સ રહેશે, જ્યારે ચંદ્રદર્શનનો સમય સવારના 9.01 વાગ્યે અને રાતના 8.09 વાગ્યાનો રહેશે.
ગણેશ સ્થાપના વિધિ
. ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન આદિ ક્યા પછી સ્વચ્છ પીળા અથવા લાલ રંગના કપડાં પહેરો તેમ જ વ્રત કરી શકો તો કરવાનું પણ પુણ્ય મળે છે.
. ઉત્તર-પૂર્વ દિશામાં પૂજાનો કૂંડ રાખો, જ્યાં લાલ અથવા સફેદ કપડું મૂકીને પૂજા કરી શકો છો.
. ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને ગણેપતિની ડાબી બાજુ કળશની સ્થાપના કરો અને ઉપર નારિયેળ રાખીને બાંધી દો.
. દૂર્વાની સાથે લડ્ડુ અથવા મોદકનો ભોગ લગાવો. ગણિશજીની કથા સાંભળવાનું પણ પુણ્ય મળે છે ત્યાર બાદ આરતી કરી શકો.
