February 18, 2026
ટેકનોલોજીટોપ ન્યુઝ

આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ભારતનું ગ્લોબલ રેન્કિંગ ક્યું છે?

Spread the love

રાજધાની દિલ્હીમાં એઆઈ સમિટને લઈ ગલગોટિયા યુનિવર્સિટીથી લઈને સરકારની ઊંઘ હરામ કરી નાખી છે અને કારણ છે ચાઈનીઝ રોબોટિક ડોગ. આ જ રોબોટિક ડોગને ગલગોટિયા યુનિવર્સિટીએ પોતાની ડેવલપ કરેલી વસ્તુ બતાવીને ફસાઈ ગયું અને પછી માફી માગ્યા પછી ભારત મંડપમાંથી સ્ટોલ પણ ઉચકી લેવાની નોબત આવી છે. યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરવાની સાથે એઆઈ સેક્ટરમાં ભારતની ભૂમિકા પર પણ સવાલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જાણીએ દુનિયામાં ભારતનું સ્થાન ક્યાં છે.

દિલ્હીમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ સત્તાવાર 20મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યાં 65 દેશના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે, જ્યાં સૌથી મોટો એઆઈ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વચ્ચે ગલગોટિયા યુનિવર્સિટીના છબરડાએ સરકારનું નાક કાપ્યું છે ત્યારે મહત્ત્વની વાત જાણીએ કે ઈન્ટેલિજન્સ રેસમાં ભારતનું સ્થાન ક્યાં છે. સ્ટેનફોર્ડ ગ્લોબલ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ઈન્ડેક્સ 2025 અનુસાર ભારતનું આર્ટિફિશયલી ઈન્ટેલિજન્સ વાઈબ્રન્સીમાં દુનિયામાં ત્રીજા નંબરે છે, જે એક માઈલસ્ટોન છે.

આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ પ્રદર્શન અને ઈકોસિસ્ટમની મજબૂતાઈમાં અનેક ડેવલ્પડ ઈકોનોમીથી આગળ નીકળી ગઈ છે. ભારત પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 2023-24માં સાતમા રેન્કથી દક્ષિણ કોરિયા, જાપાન જેવા દેશને પાછળ રાખીને ત્રીજા ક્રમે આવી ગયું છે. એના કારણમાં રિસર્ચ આઉટપુટ, ટેલેન્ટ બેઝ અને ઈન્ડસ્ટ્રી પાર્ટિસિપેશન વગેરેમાં જોરદાર સુધારો થયો છે.

યુનાઈટેડ નેશન્સ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ 2025 અનુસાર આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વાઈબ્રન્સીમાં ભારતની કૂલ મળીને ત્રીજા ક્રમે છે, પરંતુ ઈન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ દુનિયામાં ત્રીજા ક્રમે છે. યુનાઈટેડ સ્ટેટસ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ લેન્ડસ્કેપમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે રિસર્ચ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફડિંગ મુદ્દે પહેલા ક્રમે છે. 67 અબજ ડોલરથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે ચીન બીજા ક્રમે છે, જ્યારે ભારત ત્રીજા ક્રમે છે.

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેલેન્ટની પહોંચ વૈશ્વિક સરેરાશ કરતા અઢી ગણી વધારે છે. આ ઉપરાંત, દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાયરિંગ (ભરતી) માં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તે વાર્ષિક 33% ના દરે વધી રહી છે. ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન અને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ઓલ’ વિઝન જેવી સરકારી પહેલોએ આ સેક્ટરમાં ડેવલપમેન્ટને વેગ આપ્યો છે. પોલિસી સપોર્ટની સાથે ભારતમાં હવે 500 થી વધુ ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્રો અને ઝડપથી વિકસતું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!