February 20, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચકમક, 8 નક્સલી ઠાર…

Spread the love

ગઢચિરોલી: આજે એટલે કે શુક્રવારે મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે હાથ ધરવામાં આવેલા એક જોઈન્ટ ઓપરેશનમાં ત્રણ જિલ્લાની પોલીસની ટીમે મળીને 8 નક્સલવાદીઓનો ખાત્મો બોલાવ્યો હોવાની મહત્વની માહિતી સામે આવી રહી છે. ગઢચિરોલી ખાતે નક્સલીઓની ખુબ જ હિલચાલ રહે છે અને અવારનવાર અહીં પોલીસ અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ થઈ હોવાના સમાચાર આવતા રહે છે.

મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલું ગઢચિરોલી જિલ્લો નકસલવાદી કાર્યવાહીને કારણે સતત ચર્ચામાં રહે છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ચકમકને કારણે સ્થાનિકોને ત્રાસ સહન કરવાનો વારો આવે છે. નક્સલવાદીઓનો ખાત્મો કરવા માટે પોલીસ ખાતા દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે અને આવી જ એક મોટી કાર્યવાહી હાલમાં જ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. આવો જોઈએ શું છે આ કાર્યવાહી અને એનું શું પરિણામ આવ્યું…

;

ગઢચિરોલીના નારાયણપુરા જિલ્લાના અબુઝમાડના રેકાવા જંગલમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસને આઠ નક્સલવાદીઓને ખતમ કરવામાં સફળતા મળી છે. આ જોઈન્ટ ઓપરેશનમાં દંતેવાડા, નારાયણપૂરા અને બસ્તર એમ ત્રણેય જિલ્લાની પોલીસે ભાગ લીધો હતો. સેંકડો જવાનોની ટીમે જંગલમાં છૂપાયેલા નક્સલવાદીઓને શોધી કાઢ્યા હતા અને 8નો ખાત્મો બોલાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!