G7માં પીએમ મોદી અને ઈટલીનાં પીએમ મેલોની છવાઈ ગયા, સેલ્ફી વાઈરલ
વૈશ્વિક કલ્યાણ માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરવાનો સંકલ્પ

રોમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં પહોંચ્યા છે ત્યારે દુનિયાના ટોચના નેતાઓની સાથે મુલાકાત કરી છે. જી-સેવન સંમેલનના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરીને વિવિધ મુદ્દા અંગે વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે સેલ્ફી અને નમસ્તે સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. જી સેવન રાષ્ટ્રોના સંમેલનની શરુઆત નમસ્કાર કરીને શુભારંભ કરવાથી છવાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-સેવનના શિખર સંમેલનના બીજા દિવસે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈંસિયો લૂલા દા સિલ્વા, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદુગાન અને યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતના કાર્યક્રમ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિને ગળે ભેટ્યા હતા.
ઈટલીમાં ગ્રુપ સેવન શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદી જાપાનના વડા પ્રધાન કિશિદાને પણ મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત માટે ભારત અને જાપાનની વચ્ચે મજબૂત સંબંધો મહત્ત્વપૂર્ણ છે. આપણે પરંપરાગત અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. અહીંના સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સીસ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ લોકોની સેવા કરવા બદલ પોપ ફ્રાન્સીસની પ્રશંસા કરી હતી એની સાથે પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ઈટલીમાં વડા પ્રધાન મોદીએ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા. ઋષિ સુનકને મળીને આનંદ થયો હતો અને ભારત અને બ્રિટનની વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સંબંધો વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. બંને દેશની વચ્ચે સેમી કન્ડક્ટર, ટેક્નોલોજી અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરવામાં આવશે.
It's always a pleasure to meet @POTUS @JoeBiden. India and USA will keep working together to further global good. 🇮🇳🇺🇸 pic.twitter.com/Xzyvp5cLCq
— Narendra Modi (@narendramodi) June 14, 2024
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને નરેન્દ્ર મોદી પણ એકબીજાને ગળે ભેટીને એકબીજાનું અભિવાદન કર્યું હતું. દુનિયાના કલ્યાણ માટે બંને દેશ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ જો બાઈડન સાથે અલગ અલગ મુદ્દે વાત કરી હતી. આ ઉપરાંત, શિખ અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં ભારતીય અધિકારીઓના આરોપોના સાત મહિના પછી બાઈડન અને મોદી સાથે વાતચીત કરવામાં આવી હતી. બાઈડેન સાથે બેઠક પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક્સ પર લખ્યું હતું કે ભારત અને યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરીશું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી, ઈટલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત યોજી હતી. અહીંની બેઠકમાં ભારત સિવાય 11 વિકાસશીલ દેશના નેતાઓને આમંત્રિત કર્યાં હતા.
