July 1, 2025
ટોપ ન્યુઝ

પહેલી ઓક્ટોબરથી LPG Gasથી લઈને PPF સુધીના નિયમો બદલાશે, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Spread the love

મુંબઈ/નવી દિલ્હીઃ જોતજોતામાં 2024નો નવમો મહિનો પણ પૂરો થઈ ગયો અને હવે બસ 10મો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાના પહેલી તારીખથી અનેક ફેરફાર થાય છે, ઘણા નિયમો બદલાય છે જેની સામાન્ય નાગરિકો પર અસર જોવા મળે છે. વાત કરીએ ઓકટોબર મહિનાની તો આ મહિનામાં એલપીજી સિલિન્ડર ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સુધીના અનેક કામના તેમ જ મહત્વના નિયમોમાં ફેરફાર થશે. આ ઉપરાંત બેંકના સેવિંગસ એકાઉન્ટમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે, જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર, તહેવારો ટાણે ખોરવાશે ગૃહુનીઓની કારભાર?
અગાઉ કહ્યું એમ દર મહિનાની પહેલી તારીખે જ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવે છે. આ પહેલાં સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં જ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દરમિયાન ઓઈલ કંપનીઓએ કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકીને આમ આદમીને મોંઘવારીનો વધુ એક આંચકો આપ્યો છે. આ પરિસ્થિતિમાં એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે પહેલી ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.
બોનસ ક્રેડિટ નિયમોની બબાલ
સેબી દ્વારા સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરવામાં આવી હતી અને આ નવા નિયમો પહેલી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને 2 દિવસ કર્યો છે. આ પછી, હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી બે દિવસમાં આપવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થશે મહત્વનો ફેરફાર
આ સરકારી યોજના હેઠળ અત્યાર સુધી દાદા-દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર એક્શન લેવામાં આવશે. પહેલી ઓક્ટોબરથી આ ખાતા માત્ર બાળકીઓના માતા-પિતા જ ઓપરેટ કરી શકશે. ખોલવામાં આવેલા અત્યાર સુધીના તમામ જૂના ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે.
ટ્રાઈ પર કરશે નિયમોમાં ફેરફાર
પહેલી ઓક્ટોબરથી જ ટ્રાય દ્વારા 4G અને 5G નેટવર્કની ગુણવત્તામાં સુધારો લાવવા માટે અનેક ફેરફારો કરવામાં આવશે. જો ટેલીકોમ કંપનીઓ આ નવા નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ કરવા આવશે. નવા નિયમોમા URL/APK લિંક્સ ધરાવતા અમુક SMS પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવાના હતા, પરંતુ હાલમાં તેની મર્યાદા લંબાવવામાં આવી છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ત્રણ નિયમો પણ બદલાઈ રહ્યા છે
શરૂ થઈ રહેલા ઓક્ટોબર મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સંબંધિત ત્રણ નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલા તો ઈરેગ્યુલર ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનું વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી એકાઉન્ટ ધારક 18 વર્ષનો ન થાય. તે પછી પીપીએફ વ્યાજ દર ચૂકવવામાં આવશે. ત્યાર બાદ જો એક કરતાં વધુ ખાતા હોય, જો જમા રકમ વાર્ષિક મર્યાદાની અંદર હોય, તો પ્રાથમિક ખાતા પર યોજના માટે અસરકારક રેટ લાગુ પડે છે. ત્રીજો અને મહત્વનો ફેરફાર એટલે કોઈપણ સેકેન્ડરી ખાતાની બેલેન્સ પ્રાથમિક ખાતામાં મર્જ કરવામાં આવશે. વધારાની રકમ 0% વ્યાજ સાથે પરત કરવામાં આવશે. મતલબ કે, બેથી વધુ વધારાના ખાતાઓને પ્રથમ ઓપનિંગ તારીખથી 0% વ્યાજ ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!