ફાઉન્ડેશન ડેઃ દેશની ‘તિજોરી’ કહેવાતી એસબીઆઈની અજાણી રિયલ સ્ટોરી જાણો
જે બેંકના ખાતામાં 6,76,55,99,50,00,000 જમા છે, કોણ છે એસબીઆઈનો માલિક?
SBI Foundation Day: જે બેંકની શરુઆત ભારતની આઝાદીને કચડી નાખવા માટે કરી હતી, ત્યારે એનું નામ અનેક વખત બદલવામાં આવ્યું હતું. આ જ બેંક મારફત ભારતના જ પૈસા ભારતીયો વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આજના દિવસની સૌથી મોટી બેંક છે. આજે ફાઉન્ડેશન ડે છે, ત્યારે વાત કરીએ ભારતની ટોચની અમીર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં 50 કરોડ લોકોના ખાતા છે. એટલે ભારતની વસ્તી 145 કરોડની આસપાસ છે, પરંતુ તેના ત્રીજા ભાગના લોકોના ખાતા આ બેંકમાં છે, તેથી તિજોરી કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. 1768માં રિચર્ડ વેલેસ્લી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર જનરલ બનીને આવ્યા હતા. તેમણે એક વર્ષ પછી મૈસુર પર હુમલો કર્યો હતો. હુમલામાં ટીપુ સુલ્તાનની હાર થઈ હતી અને એના પછી અંગ્રેજો-મરાઠા યુદ્ધની શરુઆત થઈ હતી. આ યુદ્ધ દરમિયાન અંગ્રેજોને આર્થિક મદદ કરવા માટે ઈસ્ટ કંપનીમાં એક બેન્કિંગ સિસ્ટમ શરુ કરી હતી. આ બેંકિંગ સિસ્ટમ મારફત ભારતીયોને કચડી નાખવા માટે ઉપયોગ કર્યો હતો. આ યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજોએ આ સિસ્ટમને બેંકમાં બદલી નાખી હતી.
1806માં અંગ્રેજોએ ફંડિંગ ઈન્સ્ટિટ્યૂશનને બેંક ઓફ કોલકાતા નામ આપ્યું હતું. એના પછી 1809માં અંગ્રેજોએ આ બેંકનું નામ બદલીને બેંક ઓફ બંગાલ કર્યું હતું. ધીમે ધીમે અનેક શાખાઓ ખોલવામાં આવી હતી, પરંતુ બેંકનો કંટ્રોલ ઇંગ્લેન્ડની મહારાણીના હાથમાં ગયો હતો. અંગ્રેજોએ વર્ષ 1840માં બેંક ઓફ બોમ્બે નામ આપ્યું હતું. એના પછી 1843માં બેંક ઓફ મદ્રાસની શરુઆત કરી હતી. 1921માં ત્રણ બેંકનું વિલીનીકરણ કરીને ઈમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ આપ્યું હતું. સ્વતંત્રતા પછી 1955માં એનું નામ ઈમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયા બદલીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાખ્યું હતું. જો બેંકના માલિકની વાત કરીએ તો ભારત સરકાર એની માલિક છે, જ્યારે એની શરુઆત તો અંગ્રેજોએ કરી હતી.
એસબીઆઈની શાખા ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં ફેલાયેલી છે. એસબીઆઈના ગ્રાહકોના આંકડાની વાત કરીએ તો કૂલ કસ્ટમરની સંખ્યા પચાસ કરોડની પાર થઈ છે. વિદેશની સાથે ભારતના અંતરિયાળ ગામડાઓમાં પણ એસબીઆઈની શાખાઓ આવેલી છે. દેશના નાણાકીય માળખા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ બેંક ગામ અને શહેરી એમ બંને જગ્યાએ વિસ્તાર કર્યો છે. એટલું જ નહીં વિદેશમાં ફેલાવો કર્યો છે.
સૌથી મોટી વાત કરીએ તો બેંકની દિલ્હી મેવ બ્રાન્ચમાં 100 વર્ષ જૂની થઈ છે, જ્યારે આ બ્રાન્ચમાં ભારત અને પાકિસ્તાનના અનેક નેતાઓના ખાતા છે. ચાર જાન્યુઆરી 1926ના રાયસીના રોડ બ્રાન્ચન શરુઆત કરી હતી, જેનું બિઝનેસ દિલ્હી સર્કલના લગભગ 14 ટકા યોગદાન પૂરું પાડે છે. આ બેંકમાં લગભગ 70,000 કરોડ રુપિયા છે. જો એસબીઆઈની વાત કરીએ તો ભારતની સૌથી મોટી બેંક છે, જ્યારે ભારતની બેકિંગ સિસ્ટમમાં 23 ટકાની ભાગીદારી છે, જ્યારે કૂલ દેવું અને જમા રકમમાં 25 ટકાનો હિસ્સો છે.