February 20, 2026
મનોરંજન

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને બર્થ-ડેટ કરી ચેન્જ, જાણો શું છે સિક્રેટ?

Spread the love

કોરોના મહામારી પછી સમગ્ર માનવજાતની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. એમાંય નાની મોટી બીમારીના કિસ્સા વધ્યા છે, જેમાંથી જાણીતા કલાકારો-અભિનેતાઓ પણ બાકાત નથી. તાજેતરમાં ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની જિંદગીના ઉતારચઢાવની વાત કરીએ. સુષ્મિતાને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યા પછી તાકીદે સારવાર કર્યા પછી તેને નવજીવન મળ્યું હતું અને એ કિસ્સાને લઈ સુષ્મિતા અત્યારે ચર્ચામાં આવી છે.  આમ તો સુસ્મિતાનો જન્મ નવેમ્બર 1975માં થયો હતો. પરંતુ, સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની નવી જન્મતારીખ 27 ફેબ્રુઆરી 2023 લખી હતી.

sushmita sen
આર્યા ફેમ સુષ્મિતા સેનના જીવનમાં ગયા વર્ષે અચાનક પલટો આવ્યો. એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન અભિનેત્રીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતી વખતે સુષ્મિતાએ તેના જીવનની ઘણી બધી ઘટનાઓ અને જન્મતારીખમાં ફેરફાર પાછળનું કારણ જણાવ્યું હતું.

27 ફેબ્રુઆરી 2023ના રોજ સુષ્મિતાને હાર્ટ એટેક આવ્યો હતો. અભિનેત્રીએ તેના જન્મદિવસની તારીખ બદલી છે કારણ કે આ દિવસે તેને નવું જીવન મળ્યું છે. સુષ્મિતાએ લખ્યું હતું મારી લાઈફમાં મેં ઘણા બધા ઉતાર-ચઢાવ જોયા છે, શૂટિંગ દરમિયાન એક દિવસ મારા મને એટેક આવ્યો અને જાણે બધું બદલાઈ ગયું. એ જ ક્ષણે મને હાર્ટ એટેક આવ્યો. તે 45 મિનિટ મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ હતી.

સુષ્મિતા સેને આગળ લખ્યું હતું કે હું મારા ડૉક્ટરનો આભાર માનીશ, કારણ કે આજે હું તેમના કારણે તમારી સમક્ષ ઊભી છું. ડૉક્ટરોના કારણે જ મારા જીવનમાં કંઈક શરૂ થયું. તેમણે મને નવી જિંદગી આપી અને મને નવી દિશા આપી. 27 ફેબ્રુઆરી 2023 – આ મારો બીજો જન્મદિવસ છે. હું આ દિવસ તમામ ડોક્ટરોને સમર્પિત કરીશ. કારણ કે, આ દિવસે મારો નવો જન્મ થયો હતો.

48 વર્ષની સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ‘આર્યા 3’ના શૂટિંગ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. સુષ્મિતાએ એમ પણ લખ્યું હતું કે તે દિવસે તે 45 મિનિટ મારા જીવનની સૌથી લાંબી અને સૌથી મુશ્કેલ 45 મિનિટ હતી. સુષ્મિતાએ ગયા વર્ષે કહ્યું હતું કે હું હંમેશા જીવનને પ્રેમ કરતી હતી, આજે પણ કરું છું અને હંમેશા કરીશ. આટલા મોટા સંકટમાંથી સુરક્ષિત ઘરે પરત ફરવા બદલ સુષ્મિતાએ સૌનો આભાર પણ માન્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!