બેંક ફ્રોડથી તમારા ખાતાને સુરક્ષિત રાખવા ઈચ્છો છો તો…?
સોશિયલ મીડિયા અને મોબાઈલના જમાનામાં તમારા બેંકના ખાતામાંથી પૈસા ઉઠાવવા કે સાયબર ફ્રોડ થવાના ચાન્સ બેગણા વધી ગયા છે. તેમાંય તમારે જો બેંક ફ્રોડથી બચીને તમારા એકાઉન્ટને બચાવવા માગતા હો તો આરબીઆઈની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું જરુરી બને છે.
તમારા સ્માર્ટ ફોનને કારણે તમને રોજ અનેક પ્રકારના મેસેજ આવતા રહે છે, જેમાં બેંક ઓફર અને લોન ઓફર કરવામાં આવે છે. અમુક લોકોને ખબર હોવાથી તેને અવગણે છે તો અમુક લોકો તેના પર રિસ્પોન્સ પણ કરે છે. જોકે, તમારે બેંક ફ્રોડથી બચવું હોય તો આ પ્રકારના મેસેજને જોઈને તાત્કાલિક ડિલિટ કરો.
અનેક વખત તમને મેસેજ આવે છે કે ફલાણા-ઢિકણા બેંક તરફથી તમને લોન આપવામાં આવે છે અને તેના માટે તમારે કોઈ દસ્તાવેજની જરુર પડશે નહીં. તમને જો ફોન પર આવો કોઈ મેસેજ મળે તો તાત્કાલિક તેને ડિલીટ કરવામાં ફાયદો રહે છે, કારણ કે જો તમે તેને પ્રતિભાવ આપો તો ફોડ થવાના ચાન્સ રહે છે.
ઉપરાંત, તમને એવા પણ મેસેજ મળતા હોય છે, જેમાં તમને બેંક એકાઉન્ટ ખોલવાથી અથવા કોઈ સ્કીમ લેવાથી મોટો ફાયદો થશે. જો એવું પણ થતું હોય તો તેની અવગણના કરવામાં તમારો ફાયદો થશે. જો એની યુક્તિમાં ફસાયા તો સમજો ફ્રોડ થવાનો ચાન્સ રહે છે.
ઈન્સ્ટન્ટ કેશ લોનના ચક્કરમાં પડશો નહીં. જો કોઈ બેંક તરફથી તમને રોકડ લોનની ઓફર કરવામાં આવે અને એના માટે સાવ સરળ પ્રક્રિયા હોવાનું કહેવામાં આવે તો સમજો એ ફ્રોડ છે. કારણ કે તમને જે કોઈ મેસેજ મોકલવામાં આવે છે તે કોઈ વેરિફાઈડ કરવામાં આવ્યો છે એ નક્કી નથી, પણ તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો, તેથી અવોઈડ કરવામાં ફાયદો રહે છે.
છેલ્લે તમને જો કોઈ મેસેજ મળે, જેમાં કોઈ ઓટીપી શેર કરવાની વાત જણાવવામાં આવે તો એની કોઈ ભૂલ કરશો નહીં, કારણ કે તમને તેનાથી લાખો રુપિયાનું નુકસાન થઈ શકે છે. તમારા એકાઉન્ટમાં રહેલી રકમ પણ ગાયબ થઈ શકે છે. ટૂંકમાં, બેંક યા કોઈ ઠગ કંપનીના મેસેજથી દૂર રહેવામાં તમારું એકાઉન્ટ સેફ રહી શકે છે એ વાતને ધ્યાનમાં રાખો.